નરોડામાં ન્હાતી વખતે નર્સ યુવતીનો વિડીયો ઉતારીને પડોશી યુવકે મિત્રોને મોકલ્યો
વેન્ટીલેશનમાંથી વિડીયો ઉતારતા જોઇ યુવતીએ બુમો પાડતા યુવક ભાગ્યો
સોસાયટીના ચેરમેને સીસીટીવી ચેક કરતા યુવક કેમેરામાં કેદ થયો
અમદાવાદ, રવિવાર
નરોડામાં રહેતી અને નર્સ તરીકે નોકરી કરતી યુવતી પોતાના ઘરે બાથરૃમમાં ન્હાવા ગઇ ત્યારે પડોશી શખ્સે વેન્ટીલેશનની બારીમાંથી વિડિયો બનાવ્યો હતો. જો કે, યુવતીએ બારીમાં જોઇ જતા બુમાબુમ કરતા શખ્સ ભાગ્યો હતો. આ અંગે સીસીટીવી ફૂટેજ ચેક કરતા શખ્સની ઓળખ થઇ ગઇ હતી. જો કે, તે પહેલાં જ શખ્સે મોબાઇલમાંથી પોતાના બે મિત્રોને વિડિયો મોકલી આપી ડીલીટ કરી નાંખ્યો હતો. આ બનાવ અંગે યુવતીએ શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતા પોલીસે છેડતીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોસાયટીના ચેરમેને સીસીટીવી ચેક કરતા યુવક કેમેરામાં કેદ થયો યુવતીએ છેડતીની ફરિયાદ કરતા નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરી
નરોડામાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી ૨૩ વર્ષની યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં તેમની સોસાયટીમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે આ મકાનમાં યુવતી તેની સહેલી સાથે ભાડેથી રહેતી હતી તા. ૨૨ ડિસેમ્બરે બપોરે તેણીની મિત્ર સાથે પોતાના ઘરે હાજર હતી ત્યારબાદ તે ન્હાવા માટે બાથરૃમમાં ગઇ હતી. બાથરુમમાં તે ન્હાતી વખતે તેની નજર વેન્ટીલેશનની બારી ઉપર પડી હતી. ત્યારે તેનો વિડિયો કોઇ ઉતારતું હોવાની ખબર પડી હતી, જેથી તેણીએ બુમાબુમ કરતા કોઇ શખ્સ ત્યાંથી ભાગી ગયો હતો. જેથી આ અંગે યુવતીએ પોતાની મિત્રને જાણ કરતા તેણે સોસાયટીના ચેરમેનને વાત કરતા તેઓએ બ્લોકની સીડીમાં લગાવેલ સીસીટીવ ફૂટેજ ચેક કર્યા હતા.
જેમાં પડોશી યુવક મોબાઇલ ફોન લઇ ભાગતો જોવા મળ્યો હતો. જેથી યુવતીએ મહિલા હેલ્પલાઇન અને પોલીસ કંટ્રોલરૃમમાં જાણ કરી હતી. જે તે સમયે પોલીસે આવીને આરોપીને બોલાવી તેની પુછપરછ કરતા તેણે ફરિયાદી યુવતીનો શ્વાન કરતો વિડયો તેના બે મિત્રોને વોટ્સએપ મારફતે મોકલી આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. બીજીતરફ પોલીસે આરોપીનો ફોન ચેક કરતા તેમાં વિડિયો મળી આવ્યો ન હતો. આ ઘટના અંગે યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે છેડતીની ફરિયાદ નાંેધાવતા પોલીસે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.