Get The App

સસરા,પતિ દારુ પીવા પરિણીતાને દબાણ કરીને તલવારથી મારી નાંખવાની ધમકી આપી

મણિનગરમાં લગ્નના ત્રણ મહિનામાં પતિ ત્રાસ આપી પત્નીને મારઝુડ કરતો

પત્નીને ભાડાના મકાનમાં મૂકીને જતો રહ્યો હતો ઘર જતા કાઢી મૂકી પતિ વિધવા મહિલા સાથે ફરવા લાગ્યો

Updated: Dec 15th, 2023


Google News
Google News
સસરા,પતિ દારુ પીવા પરિણીતાને  દબાણ કરીને તલવારથી મારી નાંખવાની ધમકી આપી 1 - image

મદાવાદ, શુક્રવાર

મણિનગરમાં લગ્નના ત્રણ મહિના બાદ પતિ સહિત સાસરિયાઓએ પરિણીતાને ત્રાસ આપી મારતા હતા. તેમજ પતિ અને સસરા સાથે દારૃ પીને પરિણીતાને  પણ દારૃ પીવા દબાણ કરતા હતા પરિણીતા તેમને વશ ન થતા તલવારથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહી પતિ-પત્ની ભાડે રહેવા જતા પતિ તેને મૂકીને ઘર આવી ગયો હતો  પત્ની સાસરીમાં આવી તો કાઢી મૂકી હતી. ઉપરાંત પતિ અન્ય વિધવા મહિલા સાથે ફરતો હોવાનું પરિણીતાને જાણ થઇ હતી. આ અંગે પરિણીતાએ પતિ સહિત સાસરિયા સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવતા પોલીસે ગુનો  નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પત્નીને ભાડાના મકાનમાં મૂકીને જતો રહ્યો હતો  ઘર જતા કાઢી મૂકી પતિ વિધવા મહિલા સાથે ફરવા લાગ્યો

મણિનગરમાં  પિયરમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાએ મણિનગર પોલીસ સ્ટેશનમાં ગોતમતીપુરમાં રહેતા પતિ સહિત સાસરીના પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના  લગ્ન વર્ષ ૨૦૧૦માં ગોમતીપુર ખાતે થયા હતા. લગ્નના ત્રણ મહિના બાદ પતિ અને સાસુ  નાની-નાની બાબતોમાં પરિણીતા સાથે ઝઘડો કરીને મારઝૂડ કરીને  અવાર-નવાર સાસરિયા ત્રાસ આપતા હતા. એટલું જ નહી પતિ અને સસરા સાથે દારૃ પીને પરિણીતાને દારૃ પીવા દબાણ કરતા હતા. પરંતુ પરિણીતા તેમના વશ ન થતા તલવારથી હુમલો કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.

ત્યારબાદ પરિણીતા પતિ સાથે ઘોડાસર ભાડે રહેવા ગઇ હતી ત્યાં  તેને મૂકીને પતિ ગોમતીપુરના મકાનમાં જતો રહ્યો હતો. જેથી પત્ની ત્યાં જતા તેને ઘરમાં ઘૂસવા દીધી ન હતી. જેથી કંટાળીને પરિણીતા પિયરમાં રહેવા જતી રહી હતી સમાધાન માટે પ્રયાસ કર્યા પણ સાસરીયા માનતા ન હતા.  આ દરમ્યાન પરિણીતાને તેના પતિ અન્ય વિધવા મહિલા સાથે ફરતા હોવાની જાણ થઇ હતી. આ ઘટના  અંગે પરિણીતાએ પતિ  સહિત સાસરીયા સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તમામ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :