બાપુનગરમાં ચારિત્યની શંકા રાખી પતિએ આજે તો મારી નાંખવી છે કહી પત્નીને મારને ઘરમાં પુરી
પતિએ સાસરીમાં જઇને તમારી પુત્રી ભાગી ગઇ છે કહીને તકરાર કરી
બાપુનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
બાપુનગરમાં પત્ની ઉપર ચારિત્ય અંગે શંકા રાખીને પતિએ તેની સાથે મારામારી કરી હતી અને મકાનમાં પુરી દીધી હતી. ત્યારબાદ પતિ પત્નીની માતાના ઘરે જઈને તમારી દીકરી ભાગી ગઈ છે કહીને ત્યાં પણ તકરાર કરી હતી. એટલું જનહી ઘરે આવીને ફરીથી પત્નીને સાથે મારા મારી કરી હતી પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પતિ ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પતિએ સાસરીમાંથી આવીને ફરીથી પત્નીને માર માર્યો પોલીસ આવતાં ભાગી ગયો બાપુનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
બાપુનગરમાં ગરીબનગર ચાર રસ્તા પાસે રહેતી ૨૨ મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૩ના રોજ મધરાતે મહિલા ઘરે હાજર હતી ત્યારે તેનો પતિ આવ્યો હતો અને ચારિત્ય ઉપર શંકા રાખીને ઝઘડો કરવા લાગ્યો હતો. જો કે પત્નીએ તેને શાંત રહેવાનું કહેતા ઉશ્કેરાઇને પતિએ તેની સાથે મારઝુડ શરૃ કરી હતી આજે તો તને મારી નાખીશ તેમ કહીને ઘરમાં પુરી દીધી હતી.
એટલું જ નહી ત્યારબાદ પતિ તેની સાસરીમાં ગયો હતો અને સાસુંને તમારી પુત્રી ભાગી ગઈ છે તેમ કહીને તેમની સાથે પણ ઝઘડો કર્યો હતો અને પરત ઘરે આવીને ફરિથી પત્ની સાથે મારા મારી કરી હતી આ સમયે પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પતિ ઘરેથી ભાગી ગયો હતો. આ ઘટના અંગે પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.