ગુજરાત સરકારે પ્રજા પાસેથી રૂા. 11,423 કરોડ ઉઘરાવી લીધા
- પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા વાહવાહી, પણ...
- પેટ્રોલ-ડીઝલની વેટની આવકથી સરકારની તિજોરી છલકાઇ, વર્ષે 1500 કરોડની આવક
અમદાવાદ : પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટતાં ભાજપ સરકાર અને સમર્થકો વાહવાહી લૂંટી રહ્યા છે પણ હકીકતમાં ગુજરાત સરકારે માત્ર આઠ મહિનામાં જ પેટ્રોલ ડિઝલના વેટ પેટે રૂા.૧૧,૪૨૩ કરોડ જેટલી માતબર રકમ ગુજરાતની જનતાના ખિસ્સામાંથી સેરવી લીધા છે.
કેન્દ્ર સરકારે ટેકસ ઘટાડતા પેટ્રોલ- ડિઝલ સસ્તા થયા છે જેની વાહવાહી લૂંટવામાં આવી રહી છે પણ વાસ્તવિકતા એછેકે, કેન્દ્ર જ નહીં, રાજ્ય સરકાર પણ ટેક્સ ઘટાડે તો હજુય ગુજરાતની જનતાને સસ્તુ પેટ્રોલ-ડિઝલ મળી શકે છે.આજેય ગુજરાતને વર્ષે દહાદે પેટ્રોલ અને ડિઝલના વેટની રકમ પેટે રૂા.૧૫૦૦થી વધુની આવક થાય છે. ટૂંકમાં પેટ્રોલ ડિઝલના વેટની રકમથી સરકારની તિજોરી છલકાઇ છે. લોકોની માંગ છેકે, માર્ચ-મે ૨૦૨૦માં પેટ્રોલના ભાવમાં રૂા.૧૩ અને ડિઝલના ભાવમાં રૂા.૧૬ વધારો કરાયો હતો. તે ભાવવધારો સરકારે રદ કરવો જોઇએ. ભાજપ સરકારે વર્ષ ૨૦૨૧માં છેલ્લા છ માસમાં ૫૭ વખત પેટ્રોલ-ડિઝલનો ભાવ વધારો કર્યો હતો. ગુજરાતમાં ય પેટ્રોલ-ડિઝલ પર ૨૫ ટકા વેટ લેવાય છે. ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં પેટ્રોલમાં રૂા.૮૩૨૧.૯૬ કરોડ અને ડિઝલ પર રૂા.૧૮૫૩૦ કરોડ વેટ વસૂલી જનતા પાસેથી નાણાં વસૂલ્યા છે.
છેલ્લા આઠ મહિનામાં સરકારને પેટ્રોલ- ડિઝલના વેટની આવક થઇ
મહિનો |
પેટ્રોલ |
ડિઝલની |
- |
વેટની |
વેટની |
- |
રકમ |
રકમ |
- |
- |
(કરોડમાં) |
જાન્યુ.૨૧ |
૪૦૮ |
૯૫૨ |
ફેબુ્ર.૨૧ |
૪૨૯ |
૧૦૦૨ |
માર્ચ,૨૧ |
૪૩૪ |
૧૦૧૪ |
એપ્રિલ,૨૧ |
૩૭૨ |
૮૬૭ |
મે,૨૧ |
૩૯૩ |
૯૧૮ |
જૂન,૨૧ |
૪૫૫ |
૧૦૬૩ |
જુલાઇ,૨૧ |
૪૯૯ |
૧૧૬૩ |
ઓગષ્ટ,૨૧ |
૪૩૬ |
૧૦૧૮ |