Get The App

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના વધતા કેસ,નવા કુલ ૨૫ કેસ નોંધાયા

ઓમિક્રોનના નવા પાંચ કેસ નોંધાતા મ્યુનિ.દ્વારા ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ૩૨ સ્થળે ટેસ્ટીંગ માટે કીયોસ્ક શરુ કરવામાં આવ્યાં

Updated: Dec 22nd, 2021


Google News
Google News
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના વધતા કેસ,નવા કુલ ૨૫ કેસ નોંધાયા 1 - image


અમદાવાદ,બુધવાર,22 ડીસેમ્બર,2021

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.પશ્ચિમમાં આવેલા નવરંગપુરા,પાલડી ઉપરાંત ઘાટલોડિયા,ચાંદલોડિયા અને ગોતા સહિતના વિસ્તારમાં બુધવારે નવા કેસ સામે આવ્યા છે.નવા નોંધાયેલા ૨૫ કેસ પૈકી સતત બીજા દિવસે પણ પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમના વિસ્તારમાં નોંધાયા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.દરમ્યાન શહેરમાં ઓમિક્રોનના એક જ દિવસમાં નવા પાંચ કેસ નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત ઝોનમાં આવેલા ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ૩૨ જેટલા અલગ અલગ સ્થળોએ કોરોના ટેસ્ટિંગ માટે કીયોસ્ક શરુ કરવામાં આવ્યા છે.

શહેરમાં મંગળવારે કોરોનાના ૩૩ કેસ નોંધાયા હતા.બુધવારે સતત બીજા દિવસે નવા ૨૫ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થવા પામ્યુ નથી.૧૦ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.શહેરમાં આવેલા તમામ રસીકરણ કેન્દ્રો ઉપરથી બુધવારે ૩૦૦૫ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૧૮૧૨૩ લોકોને કોરોના વેકિસનનો બીજો ડોઝ મળી કુલ ૨૧૧૨૮ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૪૦૮૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૪૦૩૯ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ અને ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણથી બચવા જે લોકો કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવા એલીજીબલ હોય એવા તમામ લોકોને કોરોના વેકિસન લેવા અપીલ કરવામાં આવી છે.માર્ચ-૨૦૨૦થી શરૃ થયેલા કોરોના મહામારીના સમયથી અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કુલ ૨,૩૮,૯૩૩ કેસ નોંધાયા છે.૨,૩૫,૩૫૦ લોકો કોરોનામુકત થયા હતા.કોરોના સંક્રમિત થવાથી શહેરમાં કુલ ૩૪૧૧ લોકોના મોત થવા પામ્યા હતા.

Tags :
novel-corona-virusAhmedabadcity-s

Google News
Google News