જુનાગઢમાં નહી યોજાય પ્રસિદ્ધ ભવનાથનો મેળો, કોરોનાના કારણે મેળાનું નહી થાય આયોજન
અમદાવાદ, તા. 17 ઓક્ટોબર 2020, શનિવાર
જુનાગઢમાં યોજાતો પ્રસિદ્ધ ભવનાથનો મેળો આ વર્ષે નહી યોજાય. ભવનાથ તળેટી ખાતે યોજાતા આ પ્રસિદ્ધ ભવનાથના મેળો લાખો શ્રદ્ધળુંઓનું આસ્થાનું કેન્દ્ર છે અને મોટી સંખ્યામાં અહીં લોકો આવતા હોય છે ત્યારે કોરોનાની સ્થિતિને જોતા આ વર્ષે ભવનાથનો મેળો નહી થાય.
આ અંગે રાજ્ય સરકાર આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે. અત્રે મહત્વપૂર્ણ છે કે, ભવનાથના મેળા માટે જૂનાગઢના વહીવટી તંત્ર દ્વારા અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે હાલ સરકારના નિર્ણય બાદ મેળાનું આયોજન થવાનું નથી. મહત્વપૂર્ણ છે કે ભવનાથના મેળામાં પાંચ લાખથી વધારે શ્રદ્ધાળુંઓ આવે છે અને આ વર્ષે કોરોના સંક્રમણ ફેલાય નહી તે માટે મેળાનું આયોજન નહી થાય.