Get The App

ઓનલાઈન ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી સુરતની ગેંગ ઝડપાઇ

- રોજના 30થી 45 હજારની કમાણીની લાલચ આપીને નરોડાના રહેવાસી સાથે એક લાખની ઠગાઈ

- બી.ઈ.ઈલેકટ્રોનિક્સ ભણેલા યુવક સહિત બેની ધરપકડ

Updated: Aug 18th, 2019


Google NewsGoogle News
ઓનલાઈન ટ્રેડિંગના નામે છેતરપિંડી કરતી સુરતની ગેંગ ઝડપાઇ 1 - image

અમદાવાદ, તા.18 ઓગસ્ટ 2019, રવિવાર

ઓનલાઈન ઠગાઈમાં મોટેભાગે અન્ય રાજ્યોની ટોળકીઓ સંડોવાયેલી હોય છે. પરંતુ પોલીસે ઓનલાઈન છેતરપિંડીના ગુનામાં સુરતની ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ફોરેક્ષ ઓટો ટ્રેડીંગના સોફ્ટવેરમાં લોકો પાસે રોકાણ કરાવીને તેમની સાથે છેતરપિંડી કરતી હતી. પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બે પૈકી એક શખ્સે બી.ઈ.ઈલેટકર્નિક્સ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ બનાવની વિગત મુજબ આરોપીઓ લોકોને મેસેજ કરીને ફોરેક્ષ ઓટો ટ્રેડીંગમાં સોફિટવેરથી ટ્રેડીંગમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો રોજના ૩૦થી ૪૫ હજારનો નફો કરી આપવાની લાલચ આપતા હતા. બાદમાં તેઓ રોકાણકાર પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ, આણેલ આઈ.ડી. તથા કેન્સલ ચેક મંગાવતા હતા. જેમાં કૃષણનગરમાં રહેતા મનીશભાઈ એસ.શાહે આ મેસેજ જોઈને વોટ્સએપથી દસ્તાવેજો મોકલ્યા હતા. બાદમાં આરોપીઓે તેમની પાસે ડિપોઝીટ પેટે રૃ.૧,૦૦,૦૦૦ ભરાવડાવીને તેમની સાથે ચેતરપિંડી કરી હતી.

આ અંગે મનીષભાઈે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુરતમાં રહેતા જયેશ એચ.વાઘેલા(૪૩) અને કિરીટકુમાર એન.કારેલીયા (૫૨)ની સુરતથી ધરપકડ કરી હતી.

આરોપીઓની મોડસઓપરેન્ડી મુજબ તેઓ ભોગ બનનારને ફોન કરીને શેર ટ્રેડીંગ કરવા માટે તૈયાર કરીને ૩૦થી ૪૫ હજારના પ્રોફીટની લાલચ આપતા હતા. બાદમાં તેમની પાસે ડિપોઝીટ પેટે રૃ.૧,૦૦,૦૦૦ જમા કરાવડાવતા હતા. તેઓ ભોગ બનનારેને ફોન પર ટ્રેડીંગ અંગેના સોફ્ટવેરની લીંક મોકલી તેની સાથે તેના આઈ.ડી.અને પાસવર્ડ આપતા હતા. સોફ્ટવેરમાં ભોગ બનનારને તેમણે ભરેલા નાણાં તથા નફો ડોલરમાં ડિસ્પ્લે  કરીને તેમનો વિશ્વાસ જીતી લેતા હતા. બાદમાં આ સોફ્ટવેર ડેમો વર્ઝન હોવાથી અઠવાડીયામાં બંધ થઈ જતું હતું.

આરોપી કિરીટ કારેલીયાએ બી.ઈ.ઈલટ્ટ્રોનિક્સ સુધીનો અભ્યાસ કરેલો છે. જ્યારે જયેશ ધો.૧૨ સુધી ભણેલો છે. તે વેબસાઈટ પરથી શેર બજારમાં ટ્રેડીંગ કરતા લોકોનો ડેટા એક નંબર દીઠ એક રૃપિયો ચુકવીને પોતાના ઈમેલ આઈડી પર મંગાવતો હતો. બાદમાં તે લોકોને બલ્કમાં મેસેજ મોકલતો હતો.


Google NewsGoogle News