બાવળા ચેકપોસ્ટ પાસેથી S.S.T ની ટીમે 4 લાખની રોકડ રકમ જપ્ત કરી

- વાહનચાલક રોકડ અંગે સંતોષકારક જવાબ ન આપી શક્યો

- અમદાવાદમાંથી અત્યાર સુધીમાં 1.59 કરોડની રોકડ રકમ ઝડપાઇ ચૂકી છે

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
બાવળા ચેકપોસ્ટ પાસેથી S.S.T ની ટીમે 4 લાખની રોકડ રકમ જપ્ત કરી 1 - image

અમદાવાદ,તા.6 એપ્રિલ 2019,શનિવાર

અમદાવાદ જિલ્લાની બાવળા ચેકપોસ્ટ પરથી આજે શનિવારે મોડી સાંજે એસ.એસ.ટી.ની ટીમને વાહન ચેકિંગ દરમિયાન એક વાહનમાંથી ૪ લાખ રૂપિયાની રોકડ મળી આવી હતી. રોકડ સંદર્ભે વાહનચાલક પાસેથી સંતોષકારક જવાબ ન મળતા આ રોકડ હાલના તબક્કે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળે છે.

ચૂંટણીમાં ગેરકાયદે નાણાની હેરફેર અને તેનો ઉપયોગ અટકાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા વાહન ચેકિંગ માટે શહેર-જિલ્લામાં કુલ ૬૩ ટીમોને કાર્યરત કરવામાં આવી છે. એસ.એસ.ટી.ની આ ટીમે ખાસ કરીને વિવિધ ચેકપોસ્ટો પર ચકાસણીની કામગીરી કરતી હોય છે.

આજે બાવળા ચેકપોસ્ટ ખાતે ચકાસણી દરમિયાન એક વાહનમાંથી ૪ લાખની રોકડ રકમ મળી આવી હતી. આ મામલે સાણંદ પ્રાંત અધિકારી જે.જે.પટેલનો સંપર્ક કરતા તેઓએ મિટીંગમાં વ્યસ્ત હોવાનું કહીને આ મામલે વાત કરવાનું ટાળ્યું હતું.

નોંધપાત્ર છેકે અમદાવાદમાંથી અત્યાર સુધીમાં એસ.એસ.ટી.ની ચકાસણી દરમિયાન ૧.૫૯ કરોડની રોકડ રકમ ઝડપાઇ ચૂકી છે.

લોકસભાની ચૂંટણીને લઇને વેપાર ધંધાને નુકશાન ન થાય તેમજ વેપારીઓ બિનજરૂરી હેરાનગતિનો ભોગ ન બને તે માટે તાજેતરમાં જ જિલ્લા કલેક્ટરે વેપારીઓ સાથે બેઠક યોજીને ચૂંટણી ગાળામાં રોકડ રકમ લઇને જતી વખતે શું શું તકેદારી રાખવી, કયા આધાર-પુરાવા સાથે રાખવા તે અંગેની વિસ્તૃત સમજ પણ આપી હતી.



Google NewsGoogle News