Get The App

હાપા-સંતરાગાછી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

- દિવાળીના તહેવારોને લઇને વિશેષ ટ્રેન દોડાવાશે

- મુસાફરોની માંગણી અને સુવિધાને લઇને નિર્ણય લેવાયો

Updated: Oct 13th, 2018


Google NewsGoogle News
હાપા-સંતરાગાછી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે 1 - image

અમદાવાદ , તા.13 ઓક્ટોબર 2018, શનિવાર

દુર્ગા પૂજા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને હાપા અને સંતરાગાછી વચ્ચે એસી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે. ટ્રેન નં.૦૨૮૩૩/૩૪ હાપા-સંતરાગાછી એસી સુપરફાસ્ટ વિશેષ ભાડા સાથે દોડાવાશે. આ ટ્રેન કુલ ૬ ટ્રીપ મારશે.

દર સોમવારે ૦૨૮૩૩ નંબરની ટ્રેન હાપાથી ૧૦:૪૦ કલાકે ઉપડશે. જે બુધવારે સવારે ૫:૪૫ કલાકે સંતરાગાછી પહોંચશે. આ ટ્રેન ૧૫ ઓક્ટોબરથી ૧૯ નવેમ્બર સુધી દોડાવાશે.

સંતરાગાછીથી ૦૨૮૩૪ નંબરની ટ્રેન દર શુક્રવારે રાત્રે ૨૧:૦૫ કલાકે ઉપડશે. જે રવિવારે ૧૫:૫૦ કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન ૧૨ ઓક્ટોબરથી ૧૬ નવેમ્બર સુધી દોડાવાશે. આ ટ્રેનમાં એસી થ્રી ટાયરના કુલ ૧૪ કોચ હશે તેમજ બે લગેજ કોચ પણ રહેશે.



Google NewsGoogle News