Get The App

નિવૃત આઈપીએસના તોડબાજ પુત્ર નીરવ જેબલિયાને અંતે ઝડપી લેવાયો

પિતાના નામનો દુરઉપયોગ કરીને અનેક લોકો ટારગેટ કર્યા હતા

કાર વેચવાનું કહી ચાર લાખ પડાવ્યા અને ગાડી આપી નહીંઃ ડ્રગ્સ કેસમાં ડીસાના એક યુવકને હાઇકોર્ટનો બોગસ સ્ટે ઓર્ડર બનાવી આપ્યો હતો

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
નિવૃત આઈપીએસના તોડબાજ પુત્ર નીરવ જેબલિયાને અંતે ઝડપી લેવાયો 1 - image

અમદાવાદ, રવિવાર

નિવૃત આઇપીએસ અધિકારી બી એસ જેબલિયાના માથાભારે પુત્ર નિરવે તેના પિતાના હોદાનો  ખોટો ઉપયોગ કરીને અનેક છેતરપિંડીના ગુના આચર્યા હતા. જે પૈકી  અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસે તેના વિરૂદ્વ ગુજરાત હાઇકોર્ટનો બોગસ સ્ટે ઓર્ડર  બનાવવાનો અને કાર વેચાણ આપવાનું કહીને ચાર લાખ રૂપિયા પડાવી લીધાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે આ બંને કેસમાં તે નાસતો ફરતો ત્યારે તે ગાંધીધામમાં છુપાયો હોવાની ચોક્કસ માહિતી  સોલા હાઇકોર્ટ પોલીસને મળી હતી. જેના આધારે પૂર્વ કચ્છ એલસીબીની ટીમને સાથે રાખીને ગાંધીધામ પાસેના રિસોર્ટમાંથી નિરવ જેબલિયાને ઝડપી લીધો હતો. સોલા પોલીસે હાલ આ કાર વેચાણના નામે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી છે. જે બાદ અન્ય ગુનામાં પણ ધરપકડ કરવામાં આવશેે. નિવૃત આઇપીએસ અધિકારી બી એસ જેબલિયાના પુત્ર નિરવ જેબલિયા વિરૂદ્વ સમગ્ર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના અનેક ગુના નોંધાયા છે. જે પૈકી તેણે અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનની હદમા પણ આચર્યા હતા. જેામાં એક તેસમાં તેણે ગુજરાત હાઇકોર્ટમાં ડઇવરનું કામ કરતા કિરણ બારોટને વિશ્વાસમાં લઇને કાર વેચાણ કરવાનું  ગાડીઓનું લે વેચનું કામ કરતા વિજય મિશ્રાને કાર વેચાણથી આપવાનું કહીને ેએડવાન્સમાં   સવા ચાર લાખની રોકડ લઇ લીધી હતી અને ત્યારબાદ કાર આપી નહોતી. જે અંગે સોલા હાઇકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અન્ય કેસમાં ડીસામાં રહેતા એક વ્યક્તિના ભાઇ વિરૂદ્વ ડીસા પોલીસે એનડીપીએસનો ગુનો નોંધ્યો હતો. જે કેસમાં તેની ધરપકડ ન કરવાના બદલામાં  વકીલના નામે નાણાં પડાવ્યા હતા અને ગુજરાત હાઇકોર્ટનો બનાવટી સ્ટે ઓર્ડર આપ્યો હતો.  જે અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ બંને કેસમાં નિરવ જેબલિયા નાસતો ફરતો હતો. જો કે  ટેકનીકલ સર્વલન્સના આધારે સોલા પોલીસ સ્ટેશનને ચોક્કસ બાતમી મળી હતી કે તેણે ગાંધીધામ પાસેના એક ખાનગી રિસોર્ટમાં છુપાયો છે . જેના આધારે ગાંધીધામ એલસીબીની ટીમની મદદ લઇને શનિવારે સાંજે નિરવ જેબલિયાને ઝડપી લેવાયો હતો. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ  આર એચ સોંલકીએ જણાવ્યું કે નિરવ વિરૂદ્વ બે કેસ નોંધાયા છે. જેમાં હાલ કાર વેચાણના નામે નાણાં પડાવવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જે કેસમાં તેના રિમાન્ડ મેળવીને પુછપરછ કર્યા બાદ અન્ય કેસમાં ધરપકડ કરવામાં આવશે. 

 


Google NewsGoogle News