ટેન્કરમાંથી ગેસ ચોરીનુંં કૌભાંડમાં ૮૦ લાખનાામુદ્દામાલ સાથે પાંચ ઝડપાયા
સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો
હિન્દુસ્તાન પેટ્રોલીયમ અને ઇન્ડિયન ઓઇલના ગેસની ચોરી થતી હતીઃ દાહોદના પંચેલા પાસેની ઘટના
અમદાવાદ
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શુક્રવારે સાંજના સમયે દાહોદના પંચેલા પાસે બાતમીને આધારે દરોડો પાડીને ગેસના સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરવાના કૌભાંડના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. જે અનુસંધાને પાંચ લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લાં અનેક મહિનાઓથી ચાલતા આ કૌભાંડમાં કરોડો રૂપિયાના ગેસની ચોરી થઇ હોવાની વિગતો પણ પોલીસને પ્રાપ્ત થઇ છે.સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર આર જી ખાંટને બાતમી મળી હતી કે દાહોદમાં ગેસના કન્ટેઇનરમાઁથી ખુબ મોટાપ્રમાણમાં ગેસની ચોરી કરવાનું કૌભાંડ ચાલે છે. જેના આધારે દાહોદના પંચેલા પાસે શુક્રવારે વોચ ગોઠવી હતી. જેમાં તપાસ કરતા પોલીસને સ્થળ પરથી હિન્દુસ્તાન પેટેલીયમ અને ઇન્ડિયન ઓઇલના બે ગેસ ટેન્કર તેમજ અન્ય એક મોટા ટેન્કર સાથે એક નાની ટ્રક મળી આવી હતી. જેમાં ગેસ ભરેલા મોટા ટેન્કર માંથી મોટરની મદદથી ગેસની ચોરી કરીને ગેસને ખાલી ટેન્કર માં ઠાલવવામાં આવતો હતો. જેમાં પોલીસ મુખ્ય સુત્રધાર પકંજ ભરવાડ સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.આ ગેંગ દ્વારા છેલ્લાં ઘણા મહિનાઓથી હજારો કિલો ગેસની ચોરી કરવામાં આવતું હતુ. જેની કિંમત કરોડો રૂપિયા અંદાજવામાં આવી છે.