લીસ્ટેડ બુટલેગરને દમણમાં આવેલા બિયરબારમાંથી ઝડપી લેવામાં આવ્યો

એસએમસી પર પોલીસની મદદથી વોચ રાખતા હતા

ભરૂચ પોલીસના બે કોન્સ્ટેબલો બુટલેગરને લાઇવ લોકેશન આપતા હતાઃ બુટેલગર અનેક ગુનામાં વોન્ટેડ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
લીસ્ટેડ બુટલેગરને દમણમાં આવેલા બિયરબારમાંથી ઝડપી લેવામાં આવ્યો 1 - image

અમદાવાદ,શનિવાર

એક વર્ષ અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓ વોચ રાખવા માટે  ભરૂચ જિલ્લા પોલીસના બે કોન્સ્ટબલ પાસેથી પોલીસ અધિકારીઓનું લાઇવ લોકેશન મેળવવાના કેસમાં વોન્ટેડ બુટલેગરને ઝડપી લેવામાં સફળતા મળી છે.  સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ બાતમીને આધારે બુટલેગરને દમણમાં આવેલા એક બિયરબારમાંથી ઝડપી લીધો હતો.વર્ષ ૨૦૨૩માં  ભરૂચના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમબ્રાંચના બે પોલીસ કોન્સ્ટેબલ અને લીસ્ટેડ બુટલેગર પરેશ ચૌહાણ અને નયન કાયસ્થ વિરૂદ્વ સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓના મોબાઇલના લોકેશન મોકલવાના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે કેસમાં પોલીસ કોન્સ્ટેબલોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે  પરેશ ચૌહાણ નામનો બુટલેગર ફરાર હતો.  સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને  શુક્રવારે બાતમી મળી હતી કે  બુટલેગર પરેશ ચૌહાણ દમણમાં આવેલા મયુર બિયર બાર પર આવ્યો છે. જેના આધારે દરોડો પાડીને  તેને ઝડપી લેવામાં આવ્યો હતો.બુટલેગર પરેશ ચૌહાણ વિરૂદ્વ ગુજરાતમાં૨૭ જેટલા ગુના નોંધાયેલા છે. જેમાં તે છ જેટલા ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંતએસએમસીના અધિકારીઓએ દમણથી કેશવ બંગાળી નામના બુટલેગરની પણ ધરપકડ કરી હતી. જે સુરતમાં નોંધાયેલા ત્રણથી વધારે ગુનામાં વોન્ટેડ હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News