સ્ટેટ મોનીટરીંગ સેલ, રેંજ આઇજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી

ખેડામાં કફ સીરપથી મરણનો મામલો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં કફ સીપરનું વેચાણ થયાની શક્યતાને આધારે ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
સ્ટેટ મોનીટરીંગ સેલ, રેંજ આઇજીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી 1 - image

અમદાવાદ,ગુરૂવાર

ખેડાના બિલોદરા ગામમાં શંકાસ્પદ કફ સીરપ પીવાના પાંચ લોકોના મરણના મામલે ખેડા પોલીસની સાથે સ્ટેટ મોનીટરીંગ સેલ, અમદાવાદ રેંજ આઇજીની ટીમ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવાામાં આવી છે. જેમાં આ સીરપનું વેચાણ કરનાર વેપારી ઉપરાંત, આ કૌભાંડમાં સેડોવાયેલા લોકોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના બિલોદરામાં નશાવાળા કફ સીરપનું સેવન કરવાથી મરણ થયાની ઘટનાને લઇને ખેડા પોલીસ દ્વારા એક વિશેષ ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી રહી છે. સાથેસાથે સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તેમજ અમદાવાદ ેરેંજ આઇજી પ્રેમવીરસિંહ દ્વારા સ્થળ પર તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે તેમની એક ટીમને તપાસની કામગીરી કરવામાં આવી  રહી છે. આ ઉપરાંતકફ સીરપનો જથ્થો માત્ર બિલોદરા જ નહી પણ અન્ય ગામો તેમજ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વેચાણ કરાયાની શક્યતા છે. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથેસાથે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ પણ તપાસ કરી રહી છે.  જો  કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કરેલી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મીથેનોલનું પ્રમાણ વધી જતા આ ઘટના બની છે. જે અંગે હાલ એફએસએલના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ પોલીસે  કેટલાંક શકમંદોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News