Get The App

છરી બતાવી યુવકને લૂંટી લઇને ચાલું રિક્ષામા ફેંકી દીધો

છત્તીસગઢનો યુવક ટ્રેનમાં કાલુપુર આવ્યો, રૃા.૧૫૦ ભાડું નક્કી કરી રિક્ષામાં બેઠો

રૃા. ૧૩૦૦,મોબાઇલ,બેગ લૂંટી લીધી ઃ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
છરી બતાવી યુવકને લૂંટી લઇને ચાલું રિક્ષામા ફેંકી દીધો 1 - image

અમદાવાદ, સોમવાર

છત્તીસગઢનો યુવક નોકરી માટે અમદાવાદ આવ્યો હતો અને આસામાજિક તત્વોએ તેને લૂંટી લીધો હતો જેમાં યુવક કાલુપુર રેલવે સ્ટેશને ઉતાર્યો હતો અને મેમનગર ગુરુકુળ જવા માટે શટલ રિક્ષામાં બેઠો હતો. આરોપીઓ તેને ગુરુકુળના બદલે ગોમતીપુર તરફ લઇ જઇને ચાલું રિક્ષામાં છરી બતાવીને ડરાવીને તેના પાસેથી રોકડા રૃા. ૧૩૦૦ તથા મોબાઇલ અને બેગની લૂંટ ચલાવી હતી એટલું જ નહી ચાલું રિક્ષામાં ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. આ બનાવ અંગે કાલુપુર પોલીસે રિક્ષા ચાલક સહિત ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુગલ મેપથી ખબર પડતાં ક્યાં લઇ જાવ છો પૂછયું તો તારી પાસે જે હોય તે આપી દે કહી રૃા. ૧૩૦૦,મોબાઇલ,બેગ લૂંટી લીધી ઃ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી

છત્તીસગઢમાં રહેતા યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક ચાંગોદર ખાતે ફાર્મા કંપનીમાં ઇન્ટરવ્યું આપવા માટે આવ્યો હતો. જેમાં તે ગાંધીધામ વિકલી ટ્રેનમાં કાલુપુર આવવા તા.૧૩ના રોજ બેઠો હતો. તેમજ રહેવા માટે ગુરૃકુળ રોડ પર આવેલ હોટલમાં બુકિંગ કરાવ્યું હતું, ગત રવિવારે રાતે તેઓ કાલુપુર સ્ટેશન ઉતરીને હોટલે જવા માટે રિક્ષાની રાહ જોઇને ઉભા હતા. આ દરમિયાન એક રિક્ષાચાલક આવ્યો હતો રિક્ષામાં ત્રણ પેસેન્જર બેઠા હતા અને રૃા. ૧૫૦ ભાડુ નક્કી કરીને યુવક રિક્ષામાં બેસીને હોટલ જવા નીકળ્યો હતો. 

જે બાદ યુવકે ગુગલ મેપમાં રસ્તો જોતા રિક્ષા ચાલક ખોખરા બ્રિજથી ગોમતીપુર તરફ લઇને જતો હતો. જેથી યુવકને શંકા જતા તેને રિક્ષા ચાલકને ક્યાં લઇ જાવ છો પૂછતા બેસેલ પેસેન્જરોએ યુવકને પકડીને છરી બતાવીને જે કંઇ હોય તે આપી દે કહીને મોબાઇલ, બેગ અને રોકડા રૃા. ૧૩૦૦ લૂંટી લીધા હતા પછી ધક્કો મારીને ચાલુ રિક્ષામાંથી બહાર ફેંકી દીધો હતો અને બેગ ચેક કરીને બહાર ફેંકી દીધી હતી જો કે મોબાઇલ પણ ઝપાઝપીમાં બહાર પડતા યુવકને મળ્યો હતો. 


Google NewsGoogle News