રખિયાલમાં વૃદ્ધ વેપારી, પૌત્રને ગાળો બોલી ચાકુ બતાવી એક લાખની ખંડણી માંગી ધમકી આપી

અસામાજિક તત્વો બેફામ બનીને વેપારીવર્ગને ડરાવીને રૃપિયા પડાવી રહ્યા છે

કાલે ૧૨ વાગ્યા સુધી રૃપિયા તૈયાર રાખજો

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
રખિયાલમાં વૃદ્ધ વેપારી, પૌત્રને ગાળો બોલી ચાકુ બતાવી એક લાખની ખંડણી માંગી ધમકી આપી 1 - image

 અમદાવાદ, શનિવાર

પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોશ અને વેપારીવર્ગને ડરાવી ધમકાવીને રૃપિયા પડાવી રહ્યા છે. રખિયાલમાં ત્રણ શખ્સોએ વૃદ્ધ વેપારીની દુકાને આવીને ગાળો બોલીને તકરાર કર્યા બાદ ચાકુ બતાવીને એક લાખ રૃપિયાની ખંડણી માંગી હતી એટલું જ નહી જતા જતા ધમકી આપી કે કાલ બપોર સુધી રૃપિયા તૈયાર રાખજો નહી તો જાનથી મારી નાખીશુ. આ બનાવ અંગે રખિયાલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી સાથે તકરાર કરીને કાલે ૧૨ વાગ્યા સુધી રૃપિયા તૈયાર રાખજો નહીતર જાનથી મારી નાંખીશું કહી ધમકી આપી ઃ રખિયાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

નરોડામાં રહેતા અને રખિયાલમાં કરિયાણાની દુકાન ધરાવતા વૃદ્ધે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે શુક્રવારે વૃદ્ધ વેપારી અને તેમનો પૌત્ર દુકાને હાજર હતા.

દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સો તેમની દુકાનના ઓટલા પર ઉભા રહીને  વૃદ્ધ વેપારી અને તેમના પૌત્રને ગાળો બોલીને ચાકુ બતાવીને  ડરાવ્યા બાદ પ્રદીપ માટે એક લાખ રૃપિયા કાલે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં તૈયાર રાખજો નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને જતા રહ્યા હતા. આ ઘટના અંગે રખિયાલ પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News