Get The App

શાહીબાગ,કૃષ્ણનગર,નરોડા અને નારોલમાં મકાનના તાળાં તોડી રૃા.૫.૪૫ લાખની મતા ચોરી

દિવાળી પૂર્વે લૂંટારુ તસ્કર ટોળકી સક્રિય બનીને ચોરીને અંજામ આપી રહી છે

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Updated: Oct 25th, 2024


Google NewsGoogle News
શાહીબાગ,કૃષ્ણનગર,નરોડા અને નારોલમાં મકાનના તાળાં તોડી રૃા.૫.૪૫ લાખની મતા ચોરી 1 - image

અમદાવાદ, શુક્રવાર

 દિવાળી પર્વ પહેલા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂંટારુ તથા તસ્કર ટોળકી લૂંટ તથા ચોરી બનાવોને અંજામ આપી રહી છે. તેમાંયે ખાસ કરીને શાહીબાગ અને કૃષ્ણનગર તથા નરોડા તેમજ નારોલમાં તસ્કરોએ ત્રાટકીને મકાના તાળા તોડીને અંદર પ્રવેશ કરીને રોકડ રૃપિયા અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૫.૪૫ લાખની મતાની ચોરી કરી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબાગમાં રોકડા રૃા. ૩૭ હજાર સહિત રૃા. ૧.૩૭ લાખની તથા કૃષ્ણનગરમાં રૃા. ૧.૯૫ લાખ,નરોડામાં રૃા.૧.૨૦ લાખ તથા નારોલમાં રૃા.૯૩ હજારની ચોરી

શાહીબાગમાં ગિરધરનગર ખાતે રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૫-૦૯-૨૪થી તા.૧૬-૧૦-૨૪ના સમયગાળામાં પોતાના મકાનના તાળાં તોડીને અજાણી વ્યક્તિએ તિજોરીમાંથી રોકાડ રૃા.૩૭,૦૦૦ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૃા. ૧,૩૭,૦૦૦ની ચોરી કરી હતી. તેમજ કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ મકાનમાં તા.૨૩ના રોજ મકાનનું તાળું તોડીને તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૃા.૧,૯૫,૦૦૦ની મત્તાની ચોરી કરી હતી.

ઉપરાંત નરોડા પાટિયા એસ.આર.પી.ગૃપની બાજુની સોસાયટીમાં રહેતા યુવકે મકાનમાં તા. ૧૦-૧૦-૨૪ના રોજ અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશીને સોનાના દાગી બંગડી રૃા. ૧.૨૦ લાખની ચોરી કરી હતી અને નારોલ વિસ્તારમાં ઇસનપુર ઘોડાસર કેનાલ પાસેની સોસાયટીમાં રહેતા યુવકે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે મકાનમાં પ્રવેશીને તિજોરીમાંથી સોનાનું ડોકિયુંં રૃા. ૫૩,૨૦૦ તતા બે મોબાઇલ મળી કુલ રૃા. ૯૩,૨૦૦ કિંમતની મતાની ચોરી કરી હતી. ચારેય બનાવો અંગે પોલીસે ચોરીના ગુના નોંધી સોસાયટીની આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News