લગ્ન પ્રસંગે રૃા. ૫૧ હજારની માગણી કરીને આતંક મચાવનારા સાત કિન્નરો પકડાયા
અમરાઇવાડીમાં ત્રણ હજાર આપવા છતાં વધુ રૃપિયાની માગણી હોબાળો મચાવ્યો હતો
ચેરમેનને તમારે શું પ્રોબલેમ છે કહી તેમની સાથે તકરાર કરીને વધુ કિન્નરો બોલાવી મારા મારી કરી
, શુક્રવાર
અમરાઈવાડી વિસ્તારમાં બે દિવસ પહેેલા દિકરીના લગ્ન પ્રસંગે કિન્નરો રૃપિયા લેવા માટે આવ્યા હતા દિકરીના પિતાએ રૃા. ૩૦૦૦ આપ્યા તો સંતોષ માનવાના બદલે રૃા.૫૧ હજારની માંગણી કરીને હોબાળો મચાવ્યો હતો એટલું જ નહી સોસાયટીના ચેરમને સાથે મારામારી કરીને આતંક મચાવ્યો હતો. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ખંડણી રાયોટિંગ સહીતની કલમ હેઠળ ગુનો નોંધીને સાત કિન્નરોને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.
વધુ બક્ષીસ કેમ માગો છો કહેતા સોસાયટીના ચેરમેનને તમારે શું પ્રોબલેમ છે કહી તેમની સાથે તકરાર કરીને વધુ કિન્નરો બોલાવી મારા મારી કરી
અમરાઇવાડી વિસ્તારમાં રાધે બંગલોઝ ખાતે રહેતા વેપારીના ત્યાં તા.૨૭ના રોજ દિકરીનો લગ્ન પ્રસંગ હતો. જ્યાં કિન્નરો આવ્યા હતા અને લગ્ન પ્રસંગ હોવાથી બક્ષીસ આપવાની વાત કરી હતી જેમના ત્યાં પ્રસંગ રાખવામાં આવ્યા છે તેઓએ ત્રણ હજાર આપ્યા હતા તો સ્વીકારવાની ના પાડી તમાશો કર્યો હતો અને રૃા. ૫૧ હજારની માંગણી કરીને હોબાળો મચાવ્યો હતો.
આ સમયે સોસાયટીના ચેરમેન આવ્યા હતા અને કેમ વધારે રૃપિયા માગી રહ્યા છો કહેતા તમારે શું પ્રોબલેમ છે કહીને તેમની સાથે તકરાર કરીને મારા મારી કરી હતી અને વધુ કિન્નરો બોલાવીને બિભત્સ શબ્દો બોલીને આતંક મચાવ્યો હતો. મામલો કાબુ બહાર જતાં સોસાયટીના રહીશો ભેગા મળીને અમરાઈવાડી પોલીસને રજુઆત કરતાં પોલીસે ગુનો નોંધીને પોલીસે નરોડામાં રહેતા માસી સહિત સાત કિન્નરોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.