કેડિલાના રાજીવ મોદી સામે કેસની તપાસ બાદ ધરપકડની કાર્યવાહી થશે
સેક્ટર-૧ એડી. સીપી સુપરવિઝનમાં તપાસ થશે
તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે ફરિયાદી યુવતીનું મેડીકલ ચેક્અપ કરવામાં આવ્યું
અમદાવાદ,સોમવાર
કેડિલા ફાર્મા મેનેજીગ ડીરેક્ટર ડૉ, રાજીવ મોદી વિરૂદ્વ તેમની પર્સનલ આસીસટન્ટ દ્વારા નોંધવામાં આવેલા બળાત્કાર, છેડતી અને ધમકી આપ્યાની ફરિયાદના કેસમાં પોલીસ દ્વારા હાલ ડૉ. રાજીવ મોદીની ધરપકડની કાર્યવાહી કરવામાં નહી આવે. જેમાં સમ્રગ કેસની તપાસ સેક્ટર-૧ એડીશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાના સુપરવિઝનમાં કરવામાં આવશે. જે અંતર્ગત શરૂ થયેલા તપાસમાં આજે યુવતીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટના હુકમને આધારે કેડિલા ફાર્માના સીએમડી ડૉ. રાજીવ મોદી વિરૂદ્વ તેમની પર્સનલ આસીટન્ટ અગાઉ કામ કરતી બલ્ગેરિયન યુવતીની ફરિયાદ નોંધવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આ હાઇપ્રોફાઇલ કેસમાં હાઇકોર્ટ તપાસ ડીઆઇજી કક્ષાના અધિકારી પાસે કરવાનો આદેશ આપ્યો હોવાથી સોલા પોલીસ આ કેસમાં હાલ રાજીવ મોદી અને એચ આર મેનેજરની ધરપકડ નહી કરે. સોમવારે ડીસીપી ઝોન-૧ લવીના સિન્હાએ પોલીસ કમિશનર જી એસ મલિકને મળીને સમગ્ર ફરિયાદ બાબતે માહિતી આપી હતી. જેમા આધારે કેસની તપાસ હવે સેક્ટર-૧ એડીશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયાના સુપરવિઝનમાં કરવાની સુચના પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી છે. જેમાં તેમના સુપરવિઝનનમાં સ્થળ પંચનામુ, પુરાવા તપાસવા તેમજ નિવેદનો નોંધવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ચિરાગ કોરડિયાને કેસને લગતા દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા. તેમજ કેસની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. જ અંતર્ગત ફરિયાદી યુવતીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સમગ્ર તપાસનો રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટમાં સબમીટ કરાશે. જે રિપોર્ટના આધારે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.