મિત્રના બર્થ ડે ઉજવણીમાં યુવકે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતા નાસભાગ

સેટેલાઇટ જોધપુર માનસ કોમ્પ્લેક્સ પાસેની ઘટના

પોલીસ કંટ્રોલ રૂમમાં સાત રાઉન્ડ ફાયરીંગનો મેસેજ આવ્યો હતોઃ માથાભારે તત્વોથી સ્થાનિક લોકો ભારે પરેશાનઃ આકરી પોલીસ કાર્યવાહી કરવા માંગણી

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
મિત્રના બર્થ ડે ઉજવણીમાં યુવકે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કરતા નાસભાગ 1 - image

અમદાવાદ,ગુરૂવાર

શહેરના સેટેલાઇટ જોધપુર ચાર રસ્તા પાસે બુધવારે રાતના જાહેર રસ્તા પર જન્મદિવસની ઉજવણીમાં એક યુવકે હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યાની ઘટના સામે આવી છે. જે અનુસંધાનમાં સેટેલાઇટ પોલીસે ઘાટલોડીયામાં રહેતા યુવકની દેશી બૂનાવટીની પિસ્તોલ અને કાર સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સેટેલાઇટ જોધપુર ચાર રસ્તા પાસે આવેલા માનસ કોમ્પ્લેક્સ પાસે બુધવારે રાતના હિરેન ઠક્કર નામના યુવકના જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાંક યુવાનો એકઠા થયા હતા. જેમાં ભરત ભરવાડ (રહે.લક્ષ્મણગઢનો ટેકરો, ઘાટલોડીયા) તેની કારમાં આવ્યો હતો.  હિરેન ઠક્કર કેક કાપી રહ્યો હતો ત્યારે જન્મદિવસની ઉજવણી કરવા માટે ભરત ભરવાડે તેની પાસે રહેલી દેશી બનાવટની પિસ્તોલમાંથી કેટલાંક રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. જેના કારણે આસપાસમાં રહેલા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને નાસભાગ મચી ગઇ હતી. જેથી ભરત ભરવાડ ત્યાંથી કાર લઇને નાસી ગયો હતો. બીજી તરફ આ બનાવ અંગે માનસ કોમ્પ્લેક્સમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ધરાવતા લોકોએ ફાયરીંગની ઘટના અંગે પોલીસ કંટેલ રૂમમાં ફોન કર્યો હતો. જેથી પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસને તપાસ કરતા સ્થળ પરથી બે ખાલી કાર્ટિજ મળી આવી હતી. આ અંગે સેટેલાઇટ પોલીસે ભરત ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

જેમાં ડીસીપી ઝોન-૭ એલસીબીના પીઆઇ  વી બી ચૌધરી અને તેમના સ્ટાફે ભરત ભરવાડને નંબર પ્લેટ વિનાની લક્ઝરી કાર સાથે ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ભરત ભરવાડે રાજકોટમાં રહેતા તેને મહેશ ગમારા નામના સગા પાસેથી આ પિસ્તોલની ખરીદી કરી હતી.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભરત ભરવાડે બે કરતા વધારે ફાયરીંગ કર્યા હતા અને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પોલીસને તેની પાસેથી  ખાલી મેગઝીન મળી આવી હતી. જેથી હકીકતમાં કેટલાં રાઉન્ડ ફાયરીંગ થયા તેને લઇને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

 અગાઉ જન્મદિવસની ઉજવણીમાં બેંડ લાવ્યા હતા

માનસ કોમ્પ્લેક્સની આસપાસ નિયમિત રીતે કેટલાંક માથાભારે તત્વોનો ત્રાસ રહે છે. એકવાર જન્મદિવસની ઉજવણી માટે રાતના સમયે મ્યુઝિક બેંક મંગાવીને ધમાલ કરી હતી. ત્યારે સ્થાનિક વેપારીઓ જો વાંધો ઉઠાવે તો તેમને ધમકી આપવામાં આવે છે.


Google NewsGoogle News