સોશિયલ મિડીયા પર ઇ-સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ

પોલીસે મોટા પ્રમાણમાં ઇ સિગારેટનો જથ્ઠથો જપ્ત કર્યો

મુંબઇથી ઇ-સિગારેટ લાવીને વેચાણ કરવામાં આવતુ હતું

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
સોશિયલ મિડીયા પર ઇ-સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ 1 - image

અમદાવાદ, રવિવાર


અમદાવાદના ફેતવાડીમાં વિસ્તારમાં રહેતા એક યુવકને  સરખેજ પોલીસે ઝડપીને તેની પાસેથી રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની ઇ-સિગારેટ જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં તે ઓનલાઇન ઇ સિગારેટનું વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું છે. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળિયાના સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે  ફતેવાડીમાં આવેલા અકીરા ફ્લેટમાં રહેતો સાહિલ મહંમદહુસૈન ગેરકાયદેસર રીતે ઇ-સિગારેટનું વેચાણ સ્થાનિક બજારમાં તેમજ સોશિયલ મિડીયા મારફતે કરે છે. સોશિયલ મિડીયા પર ઇ-સિગારેટનું વેચાણ કરતા યુવકની ધરપકડ 2 - imageજેના આધારે દરોડો પાડીને પોલીસે રૂપિયા સાડા પાંચ લાખની કિંમતની  ૫૭૪ જેટલી ઇ-સિગારેટ વેપ જપ્ત કરી હતી. આ અંગે વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તે અગાઉ સરખેજમા ંચશ્માની દુકાન ધરાવતો હતો. જે દુકાન બંધ થતા મુંબઇ કામ માટે ગયો હતો. જ્યાંથી તેને ઇ-સિગારેટ વેચાણનો વિચાર આવ્યો હતો અને તે મુંબઇથી ઇ-સિગારેટ મંગાવીને  છેલ્લાં દોઢ વર્ષથી  ગેરકાયદેસર વેચાણ કરતો હતો. સાથેસાથે તે ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બનાવીને  ત્યાંથી ઓર્ડર લઇને ગ્રાહકનો સપ્લાય કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News