વસ્ત્રાલની ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી પગાર, બોનર્સના રૃા. ૮ લાખ ચોરાયા

હોસ્પિટલના મેડીકલ સ્ટોરના ડ્રોવરમાં મૂક્યા હતા, ચોર શટર તોડીને અંદર ઘૂસ્યો હતો

સીસીટીવી ફૂટેજમાં અજાણી વ્યકિત તાળા તોડતી દેખાઇ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
વસ્ત્રાલની ચિલ્ડ્રન હોસ્પિટલમાંથી પગાર, બોનર્સના રૃા. ૮ લાખ ચોરાયા 1 - image

અમદાવાદ,રવિવાર

વસ્ત્રાલમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલના મેડીકલ સ્ટોરનું શટર તોડી હતુ અને તસ્કરોએ બોનર્સ, મેડીકલના બિલોના પૈસા સહિત કુલ રૃા. ૮ લાખની રોકડની ચોરી કરી લઇ ગયા હતા.દિવાળીમાં કર્મચારીઓને પગાર અને બાનર્સ માટે આ રૃપિયા મૂકી રાખ્યા હતા. હોસ્પિટલના મેનેજરે રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવી ફૂટેજમાં અજાણી વ્યકિત તાળા તોડતી દેખાઇ ઃ હોસ્પિટલના મેનેજરની ફરિયાદ આધારે રામોલ પોલીસ તપાસ શરુ કરી

વસ્ત્રાલ રહેતા અને વસ્ત્રાલમાં સિલ્વર કોમ્પલેક્ષમાં એશિયન ચિલ્ડ્રન હોસ્પિટલના મેનેજરે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે એક  સપ્તાહથી હોસ્પિટલના ડીસ્ચાર્જ બીલ, એક્ષરે, મેડીકલના રૃપિયા તેમજ દિવાળીમાં સ્ટાફને બોર્નસ આપવાના કુલ રૃા. ૮ લાખ હોસ્પિટલના મેડિકલ સ્ટોરના ડ્રોવરમાં મૂક્યા હતા, શુક્રવારે હોસ્પિટલથી ઘરે ગયા હતા અને શનિવારે તેઓ વહેલી સવારે હોસ્પિટલ આવ્યા હતા.

ત્યારે સિક્યોરીટી ગાર્ડે જણાવ્યું કે હોસ્પિટલની અંદર આવેલી મેડીકલ સ્ટોરનું શટર તૂટેલી હાલતમાં છે. જેથી ફરિયાદી તાત્કાલિક મેડીકલ સ્ટોરમાં જઈને તપાસ કરી તો ડ્રોવરમાં મૂકેલા રૃા.૮ લાખ ન હતા. જેથી કોઈ અજાણ્યો શખ્સ રાત્રીના સમયે મેડીકલ સ્ટોરના શટરનું તાળુ તોડી અંદર પ્રવેશ કરીને રૃા.૮ લાખનો ચોરી કરી ફરાર થઈ ગયો હોવાની ખબર પડી હતી. સીસીટીવી ચેક કરતા અજાણી વ્યકિત શટરના તાળા તોડીને અંદર પ્રવેશીને ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.


Google NewsGoogle News