આજે અમેરિકાના રોબિન્સવિલેમાં અક્ષરધામનું દબદબાભેર ઉદ્દઘાટન થશે

સમગ્ર વિશ્વમાંથી પધારેલા હજારો ભાવિકોની ઉપસ્થિતિ રહેશે

ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી ૧૦૦થી વધુ ધર્મગુરૂઓ ઉપરાંત, અમેરિકાના રાજકીય અને કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ પણ હાજર રહેશે

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
આજે અમેરિકાના રોબિન્સવિલેમાં અક્ષરધામનું દબદબાભેર ઉદ્દઘાટન થશે 1 - image

અમદાવાદ, શનિવાર

અમેરિકાના ન્યુજર્સીના રોબિન્સવિલેમાં  અક્ષરધામનું  રવિવારે ભવ્યાતિ ભવ્ય ઉદ્દઘાટન થવાનું છે.  અક્ષરધામ વિશ્વનું બીજાનું નંબરનું સૌથી મોટુ હિંદુ ંમદિર છે. ત્યારે આ સમારોહમાં ભારતમાં ૫૦ થી વધુ ધર્મગુરૂઓ અને અન્ય ધર્મના ગુરૂઓ અને પ્રતિનિધી સહિત ૧૦૦ થી વધુ વિશેષ અતિથિ ઉપસ્થિત રહેશે.  અક્ષરધામના ઉદ્દઘાટન પહેલા નવ દિવસીય ઉત્સવનું પણ આયોજન થયું છે. જેમાં અલગ અલગ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.  જેમાં અમેરિકાના રાજકીય અને સામાજીક અગ્રણીઓએ અક્ષરધામ મંદિરની સ્થાપના અમેરિકાની ધરતી પર કરવા બદલ બીએપીએસ અને સનાતન હિંદું ધર્મનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકાના રોબિન્સવિલેમા બોચાસણ વાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના વડા મહંત સ્વામીના હસ્તે  અક્ષરધામનું ઉદ્ધઘાટન થશે. આ સાથે અક્ષરધામ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ હિંદુ મંદિર બનશે.  ભારતની હિદું પંરપંરાના ભવ્ય પ્રતિક સમાન  અક્ષરધામ બનાવવાનો સંકલ્પ પ્રમુખસ્વામી દ્વારા કરવામાં આવ્યા હતો. જે હવે વિચાર હવે સાકાર થશે.આ મંદિરના ઉદ્દધાટન પૂર્વે નવ દિવસ સુધી સતત અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત શુક્રવારે યોજાયેલા કાર્યક્રમમાં શ્રીમદ રાજચંદ્ર મિશનના આધ્યાત્મિક વડા રાકેશજી, વોશિંગ્ટન ડીસીમાં આવેલી બાહરીન કિંગડમના ડેપ્યુટી એમ્બેસેડર યુસુફ અહેમદ, તેમજ ન્યુજર્સીના કોંગ્રસમેન જેફ વૈન ડુ સહિતના અગ્રણી હાજર રહ્યા હતા. જેમાં રાકેશજીએ કહ્યું હતું કે પ્રખુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક મૂલ્યોમાં બાંધછોડ કરતા નહોતા. અને અક્ષરધામની ભવ્યતા તેની નિશાની છે. તો ન્યુજર્સીના કોંગ્રસમેન જેફ વૈન ડુ એ કહ્યુ કે અક્ષરધામ માત્ર ન્યુજર્સી માટે જ નહી પરંતુ, સમગ્ર અમેરિકા માટે ગર્વની બાબત છે. આ માટે હું બીએસપીએસનો આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે અક્ષરધામના ઉદ્દઘાટનનું લાઇવ ટેલિકાસ્ટ ભારતીય સમય પ્રમાણે સાંજના છ વાગ્યાથી રાતના સાડા નવ વાગ્યા સુધી કરવામાં આવશે.  સાથેસાથે અમેરિકા ખાતે પણ હજારો ભાવિકો પણ  વિશેષ હાજર રહેશે.


Google NewsGoogle News