વડોદરામાં સવારથી વાદળીયું હવામાન સર્જાતા હીટવેવમાં રાહત
image : Freepik
HeatWave Vadodaar : છેલ્લા કેટલાક દિવસથી ત્રાહિમામ ગરમીમાં તાપમાનનો પારો ઊંચે જઈ રહ્યો છે અને યલો એલર્ટ જાહેર થયું છે ત્યારે આજે સવારથી જ વાદળીયું વાતાવરણ રહેતા તાપમાનનો પારો નીચે ઉતરતા લોકોને ગરમીમાં રાહત મળી છે. આવું જ વાતાવરણ જો દિવસભર રહે તો ગરમીના પ્રકોપમાં તાપમાનનો પારો નીચે જતા ગરમીમાં રાહત થઈ શકે છે.
છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો સતત ઉંચે જતા હવામાન ખાતા દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ત્રાહિમામ ગરમીના કારણે ભરબપોરે ચાલ પહાલ ઓછી થઈ જવાના કારણે સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાય છે.
જ્યારે બીજી બાજુ આજે સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને વાદળીયું વાતાવરણ સર્જાયું છે. પરિણામે લોકોને ગરમીના પ્રકોપ સામે નહીવત રાહત મળી છે. આવું જ વાદળીયું વાતાવરણ જો દિવસભર રહે તો તાપમાન નો પારો નીચે જતા લોકોને ગરમીથી રાહત મળી શકશે.