વેજલપુર બકેરી સીટી-સોનલ સિનેમા રોડ પર સર્જાતી વોટર લોગીંગની સમસ્યા અંગે રજૂઆત
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે સ્થાનિક લોકો સાથે રહીને મ્યુનિસિપલ કમિશનરને માહિતીગાર કર્યા
ચોમાસામાં પાણી ભરાવવાના કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી પડે છે
અમદાવાદ, સોમવાર
વેજલપુરમાં સોનલ સિનેમા રોડ અને બકેરી સીટીમાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં બે હજારથી વધારે ફ્લેટ આવેલા છે. ચોમાસામાં સોનલ સિનેમાના મુખ્ય રસ્તા પર મેઇન સ્ટ્રોમ લાઇનમાં પાણીનું દબાણ સર્જાતા વોટરલોગીગને કારણે રસ્તા પર પાણી નિકાલ થઇ શક્યો નહોતો.જ. જેના કારણે અનેક વાહનોમાં નુકશાન થયું હતું.એટલું જ નહી બકેરી સીટીના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રોડ અને અન્ય રસ્તાઓ પર પણ મોટા પ્રમાણમાં પાણી ફરી વળ્યા હતા. આ સંદર્ભમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લઇને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જે અંગે સ્થાનિક અગ્રણીઓએ ધારાસભ્ય અમિત ઠાકરને મળીને આ સમસ્યાના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી. જેથી ધારાસભ્ય અમિત ઠાકર, સ્થાનિક કોર્પોરેટર જયેશભાઇ ત્રિવેદીએ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને મળીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની તૈયારી કરી હતી. જે અનુસંધાનમાં સોમવારે ધારાસભ્યની ઉપસ્થિતિમાં સ્થાનિક લોકોએ મ્યુનિસિપલ કમિશનરને ચાલુ વર્ષે સર્જાયેલી સમસ્યા અંગે માહિતગાર કરીને હકારાત્મક પરિણામમાં લાવવા માટે માંગણી કરી હતી.