Get The App

લક્ઝરી બસની પેસેન્જર સીટ નીચે છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો

જયપુરથી લાવીને અડાલજ સપ્લાય કરવાનો હતો

લક્ઝરી બસના ડ્રાઇવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવીઃ બસમાં નિયમિત રીતે દારૂ સપ્લાય થતો હતો

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News

અમદાવાદ,સોમવાર

લક્ઝરી બસની પેસેન્જર સીટ નીચે છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો 1 - imageસુભાષબ્રીજ પાસે રાણીપ પોલીસે એક લક્ઝરી બસની પેસેન્જર સીટમાં છુપાવેલા દારૂના જથ્થા સાથે ડ્રાઇવર-ક્લીનર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો જયપુરથી લાવીને અડાલજ સપ્લાય કરવાનો હતો. બસનો માલિક જ ડ્રાઇવીંગ કરીને નિયમિત રીતે દારૂની હેરફેર કરતો હોવાની  શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. રાણીપ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે  યુ પી પાર્સિગની ેએક લક્ઝરી બસનો ચાલક સુભાષબ્રીજ થઇને અડાલજ દારૂ સપ્લાય કરવા માટે જવાનો છે અને દારૂનો જથ્થો પેસેન્જર સીટ નીચે બનાવેલા ચોક્કસ ખાનામાં છુપાવેલો છે. જે બાતમીને આધારે પોલીસે ચોક્કસ નંબરની બસને રોકીને ડ્રાઇવર કેબિનના સોફા નીચેના ખાનામાં તપાસ કરતા દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાત, તપાસ કરતા સીટ નંબર એ, સીટ નંબર સી, સીટ નંબર જી નીચે બનાવેલા ખાનામાંથી કુલ ૫૦૦ જેટલી બોટલો મળી આવી હતી. આ અંગે વધુ પુછપરછ કરતા ક્લીનરનું નામ હનુમાનરામ ગોધારા (રહે. જયપુર, રાજસ્થાન)ડ્રાઇવરનું નામ પુખરાજ હુંડી (રહે.નાગોર જિલ્લો, રાજસ્થાન) અને અન્ય યુવકનું નામ ધર્મારાજ  મેઘવાલ જાણવા મળ્યું હતું.લક્ઝરી બસની પેસેન્જર સીટ નીચે છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો 2 - image

આ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે  જયપુરના કિશનગઢ-જયપુર હાઇવે પર એક બિયર બારથી આયદાન નામના બુટલેગરે દારૂનો જથ્થો બસમાં ભરાવ્યો હતો. જે અડાલજ બાલાપીરની દરગાહ પાસે આપવાનો હતો. જેથી પેસેન્જરને ઉતારીને દારૂ આપવા માટે જતા હતા. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ બી ડી ગોહિલે જણાવ્યું કે બસનો ડ્રાઇવર જ બસનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. એક પેટી સપ્લાય કરવાના બદલામાં તેને એક હજાર રૂપિયા મળતા હતા. પ્રાથમિક તપાસમાં આરોપીઓ નિયમિત રીતે દારૂ સપ્લાય કરતા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


Google NewsGoogle News