દિલ્હી દરવાજા પાસે તલવાર, ધારિયા સાથે કિન્નરના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી

યજમાનવૃતિ બાબતે કિન્નર વચ્ચે ગેંગવોર ઃ હથિયારો સાથે ધસી આવી આતંક મચાવ્યો

શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
દિલ્હી દરવાજા પાસે તલવાર, ધારિયા સાથે કિન્નરના ઘરમાં ઘૂસીને  તોડફોડ કરી 1 - image

,રવિવાર

દિલ્હી દરવાજા પાસે કિન્નરો વચ્ચે હદની બાબતે ફરી ગંેગવોર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યજમાવૃતિનમાં હદ બાબતે ચાર શખ્સોએ કિન્નરના ઘરમાં ઘૂસીને તલવાર અને ધારિયાથી તોડફોડ કરીને બહાર પડેલી લારી પણ ઉંધી પાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.  શાહપુર પોલીસે આતંક મચાવનારા ચાર શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જતા જતા ધમકી આપી આજે તું  હાથમાં નથી આવી બીજી વખત હાથમાં આવીશ તો જાનથી મારી નાંખીશું ઃ શાહપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

દિલ્હી દરવાજા પાસે કોટની રોંગ ખાતે રહેતા અને યજમાનવૃતિ કરતા કિન્નરે શાહપુર પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે અન્ય કિન્નરો સાથે યજમાનવૃતિમાં હદ બાબતે ઘણા સમયથી તકરાર ચાલી રહી છે.  જેમાં  ગઇકાલે શનિવારે મોડી રાત્રે તેઓ ઘરે હતા ત્યારે તેની અદાવત રાખીને ત્રણ જણા તલવાર અને ધારિયા લઇને આવ્યા હતા અને ગાળો બોલીને ઘરમાં ઘૂસી આવ્યા હતા.

જો કે ફરિયાદી ડરના માર્યા બાજુના મકાનમાં સેતાઇ ગયા હતા. આરોપીઓએ ઘરમાં તોડફોડ કરીને ઘરની બહાર પડેલી લારી પણ ઉંધી પાડી દીધી હતી અને જતા જતા ફરિયાદીને ધમકી આપી હતી કે આજે તું હાથમાં આવી નથી ફરીથી હાથમાં આવીશ તો જાનથી મારી નાંખીશું. આ ઘટના અંગે શાહપુર પોલીસે આતંક મચાવનારા ચાર શખ્સો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News