Get The App

ઓપીડી કેસ પેપરમાં મેડીકલ સારવારનો ૧૫ દિવસ રેસ્ટ લખાવી છેતરપિંડી

નોકરીમાં પગાર ન કપાઇ તે માટે અરવિંદ મીલ કામદારે ચાલાકી કરી

બાપુનગર ઇએસઆઇસી હોસ્પિટલના ઓપીડી કેસમાં એજન્ટની મદદથી તબીબની બોગસ કરાવીઃ રખિયાલ પોલીસે ત્રણ લોકો વિરૂદ્વ ગુનો નોંધ્યો

Updated: Mar 24th, 2023


Google NewsGoogle News
ઓપીડી કેસ પેપરમાં મેડીકલ સારવારનો  ૧૫ દિવસ    રેસ્ટ લખાવી છેતરપિંડી 1 - image

અમદાવાદ,ગુરૂવાર

અરવિંદમીલમાં કામ નોકરી કરતા વ્યક્તિને ઘરે થોડા દિવસ આરામ કરવાની ઇચ્છા હોવાથી પગાર ન કપાઇ અને રજા પણ મળે તે માટે બાપુનગરમાં આવેલા ઇએસઆઇસી હોસ્પિટલમાં ઓપીડી કેસ કઢાવીને તેના પર એજન્ટની મદદથી એક વ્યક્તિ પાસે કેસ પેપર પર ૧૫ દિવસના રેસ્ટનું પ્રમાણપત્ર લખાવી લીઘુ હતું. પરંતુ, હોસ્પિટલના સ્ટાફને શંકા જતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. આ અંગે રખિયાલ પોલીસે ત્રણ લોકો વિરૂદ્વ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  બાપુનગર ખાતે આવેલી એમ્પોલય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) હોસ્પિટલમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા દીપક ચોરસિયા રખિયાલ પોલીસ મથકે નોંધાવેલી ફરિાયાદની વિગતો એવી છે કે ગત ૧૦મી ેફેબુ્રઆરીના રોજ હસમુખ ધામનકર (રહે.નરોડા સ્માર્ટ સીટી, નરોડા-દહેગામ રોડ) નામનો વ્યક્તિ સારવાર માટે આવ્યો હતો. જેમાં તે ઓપીડી કેસ કઢાવીને ઓર્થોપેડિક સર્જન પાસે બતાવવાના બદલે બહાર ગયો હતો અને થોડા સમય બાદ તે પરત આવ્યો હતો. તેણે  ઓપીડી કેસમાં ૧૫ દિવસના રેસ્ટ અને તબીબની સહી વાળો કાગળ કેસ બારીએ બતાવતા હાજર સ્ટાફને લખાણ પર શંકા ગઇ હતી. જેથી તેમણે હોસ્પિટલના ઓર્થોપેડિક તબીબ ડૉ. જીતેન્દ્ર પરમારને પુછતા જાણવા મળ્યું હતું કે તેમણે કોઇ ઓપીડી કેસમાં કે ચિઠ્ઠીમાં ૧૫ દિવસના રેસ્ટનું સજેસન લખ્યું નથી. જેથી હસમુખની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હોસ્પિટલની બહાર અમરતલાલ છગનભાઇ પરમાર (રહે.શંકરાઘાંચીની ચાલી,ગોમતીપુર) નામનો એજન્ટ મળ્યો હતો. તેણે જણાવ્યું હતું કે ૫૦૦ રૂપિયામા ંતે ૧૫ દિવસનો રેસ્ટનો તબીબી લેટર સહી સાથે આપી દેશે. જેથી હસમુખે ઓપીડી કેસ કઢાવી અમરતને આપ્યો હતો. જેમાં તે ગુલામ મોંહંમદ રાજપુત (રહે.અજીતમીલ ચાર રસ્તા,રખિયાલ) પાસે ગયો હતો અને ૧૫ દિવસના રેસ્ટનો રિપોર્ટ લખાવ્યો હતો. આ અંગે તપાસ બાદ છેવટે ગુરૂવારે ગુનો નોંધાવવામાં આવતા રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 


Google NewsGoogle News