Get The App

યુવતીએ વેપારીને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખ પડાવ્યા

રાજસ્થાનની યુવતી સાથેની ઓનલાઇન મિત્રતા ભારે પડી

નોકરી માટે અમદાવાદ આવીને યુવતીએ મિત્રતા કેળવ્યા બાદ નાણાં માંગ્યા ઃ આનંદનગર પોલીસે ગુનો નોંધ્યો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
યુવતીએ વેપારીને બદનામ કરવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખ પડાવ્યા 1 - image

અમદાવાદ,મંગળવાર

શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા એક વેપારી યુવકને રાજસ્થાનની યુવતી સાથે  ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવાનું ભારે પડયું હતું. યુવતીએ નોકરી માટે અમદાવાદમાં આવીને યુવક સાથે મિત્રતા કેળવીને તેના લગ્ન જીવનને બરબાદ કરવાની અને સામાજીક રીતે બદનામ કરવાની ધમકી આપીને ૧૦ લાખથી વધુની રકમ પડાવી હોવાની ફરિયાદ આનંદનગર પોલીસ મથકે નોંધવામાં આવી છે. શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય શરદને (નામ બદલેલ છેે) ઓક્ટોબર ૨૦૨૨માં ઇન્સ્ટાગ્રામ પર સ્વાતિસિંગ નામની યુવતી સાથે પરિચય થયો હતો. તેણે જણાવ્યું હતું કે તે રાજસ્થાનના સિકર જિલ્લાના લક્ષ્મણગઢની રહેવાસી છે. થોડા દિવસ મેસેજથી વાતો કર્યા બાદ  તેણે કહ્યું હતું કે તેને નોકરીની જરૂર છે. જેથી શરદે કહ્યું હતું કે અમદાવાદમાં અનેક સારી કંપનીઓ આવેલી છે અને અહીયા નોકરીની શક્યતા છે. તે પછી નવેમ્બર ૨૦૨૨માં અમદાવાદ સિધું ભવન પાસે આવેલી એક હોટલમાં પર આવી હતી. જ્યાં તેણે શરદ સાથે મુલાકાત કરી હતી અને  તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણાંની માંગણી કરી હતી.  ત્યારબાદ દિલ્હીમાં પણ શરદ પાસેથી નાણાં પડાવ્યા હતા. આમ તેણે આઠ મહિનાના સમયગાળામાં ૧૦ લાખથી વધુ રકમ વસુલી હતી. તે પછી તેની માંગણી ચાલુ રહેતા શરદે તેના મિત્રની મદદ લઇને યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, યુવતીએ શરદની પત્નીને  વાત કરીને લગ્ન જીવન બરબાદ કરવાની ધમકી આપી હતી.  છેવટે આ અંગે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News