Get The App

ઇ-ચલણ રેવન્યૂમાં દેશમાં રાજસ્થાન પ્રથમ, જ્યારે ગુજરાત 9મા સ્થાને

દેશના 31 રાજ્યોમાં ચાર મહિનામાં ઇ-ચલણ થકી વાહન ચાલકોને 3161.37 કરોડનો દંડ ફટકારાયો જેમાંથી માંડ 736.55 કરોડ રિકવર થયા

Updated: Apr 24th, 2024


Google NewsGoogle News
ઇ-ચલણ રેવન્યૂમાં દેશમાં રાજસ્થાન પ્રથમ, જ્યારે ગુજરાત 9મા સ્થાને 1 - image


વડોદરા : ભારતના ૩૧ રાજ્યોમાં હવે ટ્રાફિક નિયમન ઉપર સી.સી.ટી.વી. કેમેરા નજર રાખી રહ્યા છે જેના થકી નિયમ ભંગ કરનાર વાહન ચાલકને ઇ-ચલણ મોકલીને દંડ ફટકારવામાં આવે છે. આ વર્ષે તા.૧ જાન્યુઆરીથી ૨૩ એપ્રિલ દરમિયાન ચાર મહિનામાં ગુજરાત સહિત ૩૧ રાજ્યોમાં ૧,૯૧,૬૧,૧૩૪ ચલણ ઇશ્યુ કરવામાં આવ્યા છે.જેમાંથી માંડ ૨૨ ટકા એટલે કે ૪૧,૯૯,૫૮૫ ઇ-ચલણની રિકવરી થઇ શકી છે. ૭૮ ટકા એટલે કે ૧,૪૯,૬૧,૫૪૯ ઇ-ચલણની ઉઘરાણી  બાકી છે.

ચાર મહિના દરમિયાન વાહન ચાલકોને ફટાકરવામાં આવેલા ઇ-ચલણની રકમ કુલ રકમ રૃ.૩૧૬૧.૩૭ કરોડ થાય છે. જેમાંથી રૃ. ૭૩૬.૫૫ કરોડ જ સરકારી તિજોરીમાં જમા થયા છે જ્યારે રૃ.૨૪૨૪.૮૨ કરોડ વાહન ચાલકોએ ભર્યો નથી. ૩૧ રાજ્યોમાં ઇ- ચલણ ઇશ્યુ કરવામાં ઉત્તર પ્રદેશ પ્રથમ સ્થાને છે જ્યારે ગુજરાત પાંચમા નંબર ઉપર આવે છે. જો કે ઇ-ચલણની રેવન્યૂની વાત કરવામાં આવે તો તેમા રાજસ્થાન પ્રથમ નંબરે છે જ્યારે ગુજરાત ૯માં સ્થાને છે. 

ઇ-ચલણ ઇશ્યુ કરવામાં ટોપ-10 રાજ્યો

(૧) યુ.પી. ૩૫,૭૦,૬૮૭

(૨) કેરળ ૩૩,૧૩,૫૨૪

(૩) તમિલનાડુ ૨૮,૬૩,૫૩૫

(૪) હરિયાણા ૦૯,૧૭,૧૬૮

(૫) ગુજરાત ૦૭,૯૨,૭૭૨

(૬) દિલ્હી ૦૭,૭૬,૦૮૦

(૭) બંગાળ ૦૭,૬૦,૯૫૯

(૮) રાજસ્થાન ૦૬,૭૭,૫૨૮

(૯) મધ્ય પ્રદેશ ૦૬,૫૬,૧૨૫

(૧૦) બિહાર ૦૬,૪૪,૨૬૧

(1 જાન્યુ. થી 23 એપ્રિલ સુધી ઇશ્યુ કરેલા ઇ-ચલણ)

ઇ-ચલણ રેવન્યૂમાં ટોપ-૧૦ રાજ્યો

(૧) રાજસ્થાન ૧૧૯ કરોડ

(૨) યુ.પી. ૧૦૨ કરોડ

(૩) મહારાષ્ટ્ર ૦૮૯ કરોડ

(૪) હરિયાણા ૦૭૮ કરોડ

(૫) બિહાર ૦૬૯ કરોડ

(૬) કેરળ ૦૪૬ કરોડ

(૭) બંગાળ ૦૪૪ કરોડ

(૮) તમિલનાડુ ૦૩૬ કરોડ

(૯) ગુજરાત ૦૨૮ કરોડ

(૧૦) ઓડિશા ૦૧૮ કરોડ

(1 જાન્યુ. થી 23 એપ્રિલ સુધી ઇશ્યુ કરાયેલા ઇ-ચલણની રકમ)


Google NewsGoogle News