Get The App

નારોલમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવવાનું રેકેટ પકડાયું

મેગા લાઇનમાં હોલ પાડીને નદીમાં પ્રદૂષિત પાણીનું કનેકશન પકડાયું

પર્યાવરણ સુરક્ષા અધિનિયમ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધીને તપાસ શરૃ કરી

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
નારોલમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સાબરમતી નદીમાં ઠાલવવાનું રેકેટ પકડાયું 1 - image

અમદાવાદ, બુધવાર

નારોલમાં જીઆઇડીસીનું પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ મેગા લાઇનમાં ગેરકાયદે હોલ પાડયો હતો અને કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી કંપની દ્વારા સાબરમતી નદીમિાંમ ઠાલવવામાં આવતું હતું. જેમાં કંપનીના જવાબદાર અધિકારીઓ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ છે. જેમાં આરોપીઓ સામે આઇપીસી અને પર્યાવરણ સુરક્ષા અધિનીયમની વિવિધ કલમ મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. 

નારોલની કંપની સામે પોલીસે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધીને તપાસ શરૃ કરી 

વટવામાં  રહેતા અને વટવામાં મેગા ક્લીન એસોસિએશમાં લાઇન ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા યુવકે નારોલમાં આવેલી નારોલની કંપનીના જવાબદારો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી નરોડા દહેગામ રોડથી પીરાણા જીઆઇડીસી પંપીગ સ્ટેશન સુધી ઔધોગિક ગંદુ પાણી વહન કરતી પાઇપ લાઇન(મેગા લાઇન)ની દેખરેખ કરવાની અને જાળવણી કરવાનું છે. ગત ૩ નવેમ્બરે તેઓે સ્ટાફ સાથે મેગા લાઇનની ચેકિંગની કામગીરી કરવા નિકળ્યા હતા. ત્યારે તેઓ સૌથી પહેલાં નારોલ સર્કલથી વિશાલા રોડ પર પહોંચ્યા હતા. જ્યાં જીંદાલ ટેક્ષટાઇલના ઢાળ પાસે મેગા લાઇનમાં હોલ મળી આવ્યો હતો તેથી ઢાકણું ખોલી ચેક કરતા તેમાં ૩૦૦ એમએમનો એક પાઇપ ગેરકાયદે રીતે નાંખવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું.  જેમાં પાણીનો પ્રવાહ પણ ચાલુ હતો. જેથી આ મામલે જીપીસીબીના અધિકારીઓને જાણ કરાતા તેઓ ઘટના સ્થળ પર આવી ગયા હતા. ત્યારબાદ ખોદકામ કરી પાણી કોણ નાંખે છે તેનું ચેકિંગ શરૃ કરવામાં આવ્યું હતું. ઉપરાંત પાણીનું સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યું હતું. 

તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, જીઆઇડીસીમાં આવેલી કંપનાના જવાબદારો ગેરકાયદે રીતે ઔધોગિક ગંદુ પાણી મેગા લાઇન થકી સાબરમતીમાં છોડી પાક, જમીન અને ભુગર્ભ જળને નુકશાન પહોંચાડી રહ્યાં હતા. આ બનાવ અંગે નારોલ પોલીસે ગુલસન બેરલ એન્ડ કંપનીના જવાબદાર અધિકારી સામે આઇપીસીની કલમ અને પર્યાવરણ સુરક્ષા અધિનીયમની વિવિધ કલમ મુજબ ગુનો નોધીને તપાસ  હાથ ધરી છે.


Google NewsGoogle News