આર બી બ્રહ્મભટ્ટ CIDના વડાઃ વિરેન્દ્ર યાદવને કાયદો-વ્યવસ્થાની જવાબદારી
ગુજરાતમાંથી ૮૪ ડીવાયએસપીની બદલી
ચૂંટણી પહેલા ડીવાયએસપીની બદલીનો સૌથી મોટો રાઉન્ડઃ બે ડીવાયએસપીને પ્રતિક્ષા હેઠળ મુકાયા
અમદાવાદ
રાજ્યના ગૃહ વિભાગે શનિવારે મોડી સાંજે જાહેર કરેલી બદલીની યાદીમાં એડીજીપી ઇન્કવાયરી આર બી બ્રહ્મભટ્ટને સીઆઇડી ક્રાઇમના એડીજીપી તરીકે નિમણૂંક આપી છે. આ સાથે વિરેન્દ્રસિંગ યાદવને કાયદો અને વ્યવસ્થાના એસપીનો વધારાનો હવાલો સોંપાયો છે. આ ઉપરાંત, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ફરજ બજાવતા કુલ ૮૪ ડીવાયએસપીની બદલીના ુહુકમ થયા હતા. જેમાં અમદાવાદમાંથી ૧૨ જેટલા ડીવાયએસપીની અન્ય શહેરમાં બદલી કરવામાં આવી છે. અમદાવાદમાં એલ ડિવિઝનના એસીપી ડી એસ પટેલની બદલી ગાંધીનગર વિભાગીય અધિકારી તરીકે, સેન્ટ્રલ જેલના ડીવાએસપી ડી વી રાણાની બદલી એલ ડિવિઝન ખાતે કરવામાં આવી છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએસપી જે ડી બ્રહ્મભટ્ટની બદલી વડોદરા, બી ડિવિઝન એસીપી એલ બી ઝાલાની બદલી સુરત, સી ડિવિઝન એસીપી સ્મિત ગોહિલની સાબરકાંઠા,ઇ ડિવિઝનના એસીપી સાગર સાબડાને એસીપી કચ્છ પૂર્વ, એસીપી ટ્રાફિક આર આર સિંઘલની બદલી ભાવનગર ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિર ડીસીપી બી એમ ચૌધરીની બદલી સુરત કે ડિવિઝનમાં, એસસી એસટી સેલના એસીપી ખુશ્બુ કાપડિયાની બદલી જુનાગઢ પોલીસ ટ્રેઇનીંગ કોલેજ ખાતે કરવામાં આવી છે. તેમજગાંધીનગર પ્રાઇવેટ સિક્યોરીટી એજન્સી રેગ્યુલેશન વિભાગના એસીપીની બદલી સુરત ખાતે, આઇબીના ડીવાયએસપી જે એચ સરવૈયાની બદલી મહુવા ભાવનગર ખાતે, તો ગાંધીનગર ડીવાએસપીની બદલી વીઆઇપી સિક્યોરીટી તરીકે કરવામાં આવી છે.