Get The App

વટવામાં તારી પાસે જે પણ રૃપિયા હોય તે દે કહી ગળા ઉપર છરી મૂકી રૃા. ૨૭૦૦ લૂંટી લીધા

પોલીસની નિષ્ક્રયતાના કારણે લૂંટારુ ટોળકી હુમલો કરી નિર્દોષ નાગરિકોને લૂંટી રહી છે

વટવા પોલીસે બે શખ્સો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
વટવામાં તારી પાસે જે પણ રૃપિયા હોય તે દે કહી ગળા ઉપર છરી મૂકી રૃા. ૨૭૦૦ લૂંટી લીધા 1 - image

અમદાવાદ, સોમવાર

વટવામાં બિલ્ડર પુત્ર નુરાની મસ્જીદ પાસે રાત્રીના સમયે રોડ પર ઉભો હતો ત્યારે વાહન ઉપર આવેલા શખ્સોએ યુવકના ગળા ઉપર છરી મૂકીને તારી પાસે જે કંઇ હોય તે આપી 'ે કહીને રૃા. ૨૭૦૦ની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ  બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

બિલ્ડર પુત્ર મસ્જીદ પાસે રોડ ઉપર ઉભા હતો ત્યારે ડરાવી ધમકાવી લૂંટ ચલાવી ઃ વટવા પોલીસે બે શખ્સો સામે ગુનો નોધી તપાસ હાથ ધરી

વટવામાં રહેતા યુવકે વટવા પોલીસ સ્ટેશનમાં સાહીલ પટેલ તથા અમન સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૯ના રોજ રાતે સબાના પાર્કમાં આવેલ નુરાની મસ્જીદ પાસે ઉભો હતો. 

ત્યારે ટુ-વ્હીલર પર સાહિલ પટેલ અને અમન નામના બે શખ્સો આવ્યા હતા અને બંને શખ્સોએ છરી કાઢીને યુવકના ગળે મૂકીને તારી પાસે જે પણ રૃપિયા હોય તે આપી દે કહીને રૃા. ૨૭૦૦ લૂંટીને ફરાર થઇ ગયા હતા. જ્યારે ગભરાઇને યુવકે બુમાબુમ કરતા આસપાસના લોકો આવી ગયા હતા. જે બાદ  પીછો કર્યો પરંતુ બંને લૂંટારૃ ફરાર થઇ ગયા હતા.  આ ઘટના અંગે વટવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News