વિરમગામ વલસાડ પેસેન્જર લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત કરાઈ
- લોકડાઉનથી ટ્રેન બંધ થતા મુસાફરોને હાલાકી
- રેલવે સ્ટેશને સલાહકાર સમિતિના સભ્યોની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ
અમદાવાદ, તા. 4 ફેબ્રુઆરી, 2021, ગુરૂવાર
વિરમગામ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યોની વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ હતી. જેમાં સમિતિના સભ્યોએ વિરમગામ રેલવે સ્ટેશનને લગતા પ્રશ્નો અને વિરમગામ વલસાડ લોકલ પેસેન્જર ટ્રેન શરૂ કરવા રજૂઆત કરાઈ હતી.
આજરોજ ગુરૂવારના રોજ વિરમગામ રેલવે સ્ટેશન એસસીસી કમિટીની વિડિયો કોન્ફરન્સથી મીટીંગ મળેલ અમદાવાદ રેલવેના આસીસ્ટન્ટ મેનેજર અતુલ ત્રિપાઠીના અધ્યક્ષ સ્થાને વિરમગામ રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યોની વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજાઈ હતી જેમાં સમિતિના સભ્યોએ વિરમગામ રેલવે સ્ટેશનના લગતા પ્રશ્નોની રજુઆત કરવામાં આવી જેમાં મુખ્યત્વે લોકડાઉન સમયથી વિરમગામ વલસાડ પેસેન્જર લોકલ ટ્રેન બંધ થતા મુસાફરોને તકલીફ પડી રહી છે. જે ટ્રેન પુનઃ શરૂ કરવા અને તેમજ અન્ય ટ્રેનોના સ્ટોપેજની રજૂઆત કરવામાં આવી હતી. મુસાફરો તથા અપડાઉન કરનારને પડતી પારાવાર મુશ્કેલીથી ઉપરી અધિકારીને માહિતગાર કરવામાં આવ્યા હતા.