વૈશાલી જોષીનો મોબાઇલ ફોન અને સુસાઇડ નોટ FSLમાં મોકલાશે
પીઆઇ બી કે ખાચરની શોધખોળ શરૂ કરવામાં આવી
પરિણીત પીઆઇએ છેલ્લાં એક સપ્તાહથી સપર્ક બંધ કર્યો હતોઃ હોસ્પિટલ સ્ટાફ-પરિવારજનોના નિવેદન નોંધાશે
અમદાવાદ,શુક્રવાર
મહિલા તબીબ વૈશાલી જોષીની આત્મહત્યા મામલે ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતકનો મોબાઇલ ફોન પોલીસ તપાસ માટે મહત્વની કડી હોવાથી ફોનને એફએસએલમાં મોકલી આપવામાં આવશે. તેમજ સુસાઇડ નોટ અને ડાયરી પણ તપાસ માટે મોકલાશે. આ સાથે પોલીસ વૈશાલી જોષી સાથે પીજીમાં રહેતા અન્ય લોકો, હોસ્પિટલના સ્ટાફ અને પરિવારજનોનું પણ નિવેદન નોંધીને તપાસનો દૌર આગળ ધપાવવામાં આવશે.પીઆઇ બી કે ખાચરને વૈશાલી નિયમિત મળવા આવતી હોવાની વાતથી તેમનો સ્ટાફ પણ વાકેફ હતો. વૈશાલીની આત્મહત્યાના દિવસે તે આવી હોવાની જાણ સ્ટાફને હોવાથી તેમના નિવેદન લેવાની સાથે ઇકોનોમીક ઓફેન્સ વિંગની ઓફિસના સીસીટીવી પણ તપાસ માટે એકત્ર કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે.
આ સાથે ફરાર પીઆઇ બી કે ખાચરની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
જો કે હજુપણ તેમનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી ચોક્કસ કડી સુધી પહોંચી શકાયું
નથી. જે દિવસે વૈશાલી જોષીએ આત્મહત્યા કરી તે દિવસે પોલીસ સ્પોર્ટસ મીટ-૨૦૨૪નો સમાપન
કાર્યક્રમ હતો. પરતુ, બી કે ખાચરને
વૈશાલી જોષીના આત્મહત્યાની જાણ થતા તે કાર્યક્રમમાંથી ફરાર થઇ ગયો હતો.