પીઆઇ ખાચર અને ડૉ.વૈશાલ જોષી ૨૦૨૦થી ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા
મૃતકના હેન્ડ રાઇટીંગ મેચ કરવા તેના અન્ય લખાણના સેમ્પલ લેવાશે
મૃતકનું બેસણું આજે પૂર્ણ થતા પરિવારજનો આગામી બે દિવસમાં પીઆઇ બી કે ખાચર સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવશેઃ પોલીસે ટેબલેટ સહિતના અન્ય ગેઝેટ્સ જપ્ત કર્યા
અમદાવાદ,રવિવાર
ડૉ. વૈશાલી જોષી આત્મહત્યા પ્રકરણમાં આગામી દિવસોમાં પીઆઇ બી કે ખાચર સામે ફરિયાદ નોંધાવવાની શક્યતા છે. વૈશાલી જોષીના બેસણાની વિધી આજે પૂર્ણ થતા પોલીસે તેના પરિવારજનોને અમદાવાદ આવીને ફરિયાદ નોંધાવવા માટે જણાવ્યું છે. બીજી તરફ વૈશાલી જોષીની સુસાઇડ નોટના લખાણને મેચ કરવા માટે પોલીસ વૈશાલીન લખેલા અન્ય લખાણ કે બુક્સ પણ કબ્જે કરશે. પ્રાથમિક તપાસમાં હાલ પોલીસને જાણવા મળ્યું હતું કે ૨૦૨૦થી બને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. આમ, આગામી દિવસોમાં પીઆઇ બી કે ખાચરની મુશ્કેલી વધી શકે તેમ છે.
ડૉ.વૈશાલી જોષીની આત્મહત્યાના કેસમાં ફરિયાદ નોંધવા માટે ગાયકવાડ
હવેલી પોલીસે તેમના પરિવારજનોને અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. પરંતુ, રવિવારે મૃતકનું બેસણું હતું. જેથી આગામી બે દિવસમાં પરિવારજનો
પીઆઇ બી કે ખાચર સામે ફરિયાદ નોંધાવી શકે છે. સાથેસાથે પોલીસ દ્વારા વૈશાલી જોષીના
પરિવારજનોેના નિવેદન લેવા માટેની તજવીજ પણ હાથ ધરાશે. પોલીસ માટે વૈશાલી જોષીની સુસાઇડ નોટ સૌથી મોટો પુરાવો છે. જેથી તેના
હેન્ડ રાઇટીંગને મેચ કરવા માટે વૈશાલી જોષીના અન્ય લખાણના સેમ્પલ પણ એકઠા કરવા માટે
ઉચ્ચ અધિકારીઓએ સુચના આપી છે. મૃતક વૈશાલી અને પીઆઇ ખાચર સોશીયલ મિડીયા દ્વારા સંપર્કમાં
હોવા ઉપરાંત, અનેકવાર મળતા
હતા. જેથી વૈશાલીના મોબાઇલ ઉપરાંત,
ટેબલેટ સહિતના ગેઝેટ્સ પણ તપાસ માટે એકઠા કર્યા છે.
બીજી તરફ પોલીસને તપાસમાં એવી પણ વિગતો જાણવા મળી છે કે વર્ષ ૨૦૨૦થી પીઆઇ બી કે ખાચર અને વૈશાલી જોષી ઇન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત એ છે કે Economics offence wingના કેટલાંક અધિકારીઓ પણ પીઆઇ બી કે ખાચર અને ડૉ. વૈશાલી જોષીના સંબધીથી વાકેફ હતા. જેથી પોલીસ દ્વારા તેમના નિવેદનો પણ નોંધવામાં આવશે.