Get The App

ગુજરાતમાં કામ કરતા બંગાળી કારીગરોની યાદી તૈયાર કરવા સુચના

રાજકોટની સોની બજારમાં આતંકીઓ ઝડપાયા બાદ તંત્ર એલર્ટ થયુ

પોલીસને સ્થાનિક પોલીસને વિવિધ એસોશીએશનનો સંપર્ક કરીને ઓળખપત્રો સહિતના એકત્ર કરવા કહેવાયું

Updated: Aug 6th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં કામ કરતા બંગાળી કારીગરોની  યાદી તૈયાર કરવા સુચના 1 - image

અમદાવાદ, રવિવાર

રાજકોટના સોની બજારમાં કારીગર તરીકે કામ કરતા ત્રણ આતંકીઓને ગુજરાત ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. જે ઘટના બાદ ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોની યાદી એસોશીએશન પાસેથી નથી. જે બાબતને ગંભીરતાથી લઇને ગુજરાત પોલીસે રાજ્યના તમામ શહેરોમાં ચાલતા વિવિધ યુનિટમાં કામ કરતા કારીગરોની યાદી તૈયાર કરવા માટે સુચના આપી છે. જેમાં વિવિધ યુનિટને લગતા એસોશીએશનને આ યાદી આપવા માટે જણાવવામાં આવ્યું છે. રાજકોટના સોની બજારમાં કામ કરતા ત્રણ પશ્ચિમ ંબંગાળના કારીગરો આતંકી સંગઠન માટે કામ કરતા હોવાની બાતમીને આધારે ગુજરાત એટીએસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા.ત્યારબાદ વિગતો બહાર આવી હતી કે રાજકોટના સોની બહારમાં હજારોની સંખ્યામાં કારીગરો છે. જેમનો કોઇ ડેટા પોલીસ વિભાગ પાસે નથી. એટલું જ સોની વેપારી એસોશીએશન અને કારીગર એસોશીએશન પણ પાસે પણ કારીગરોની પુરતી વિગતો નથી.  જે બાદ રાજકોટ પોલીસે  તમામ કારીગરોના ડેટા એકઠા કરવાની કામગીરી સોની અને કારીગર એસોશીએશનને સોંપી છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં પણ બંગાળી કાર્યકરો મોટા પ્રમાણમાં કારીગરો ગુજરાતમાં કામ કરે છે. જેેમાં સુરતના કપડા ઉદ્યોગ, વિવિધ જીઆઇડીસી અને કચ્છમાં પોર્ટ સહિતના યુનિટમાં મોટા પ્રમાણમાં સંખ્યામાં નોંધણી વિનાના લોકો રહે છે. આ તમામ લોકોની નોંધણી થાય તે માટે રાજ્યના તમામ જિલ્લાઓના પોલીસ વડાને સુચના આપવામાં આવી છે કે તેમના જિલ્લામાં  કારીગર કે મજુર એસોશીએશનની મદદ લઇને  કામ કરતા લોકોની યાદી અને આધાર પુરાવા સાથે તૈયાર કરીને સોંપવામાં આવે. ઉલ્લેખનીય છે કે અગાઉ ગંભીર પ્રકારના ગુના આચરતા  બહારના લોકોની યાદી ન  હોવાને કારણે પોલીસને ગુનાના ભેદ ઉકેલવામાં સફળતા મળતી નથી. ત્યારે આ યાદી પોલીસને વિવિધ ગુનાની તપાસની કામગીરી માટે પણ મહત્વની રહેશે.


Google NewsGoogle News