Get The App

સિક્યોરીટી ગાર્ડ દ્વારા અગાઉ પણ અનેકવાર ફ્લેટની લાઇટ બંધ કરાઇ હતી

શીલજ લૂંટ-ગેગ રેપના આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ પર

આરોપીઓએ દુષ્કર્મ અને લૂંટ કરવાની યોજના અગાઉથી જ બનાવી હતી રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવશે

Updated: Nov 5th, 2023


Google NewsGoogle News
સિક્યોરીટી ગાર્ડ દ્વારા અગાઉ પણ અનેકવાર ફ્લેટની લાઇટ બંધ કરાઇ હતી 1 - image

અમદાવાદ,રવિવાર

શીલજના સાફલ્ય રેનોનમાં રહેતી મહિલાના ઘરમાં ઘુસીને તેને ત્યાં નોકરી કરતી ઘરઘાટી યુવતી પર દુષ્કર્મ આચરીને મહિલાની છેડતી કરીને કાર સહિત સાડા ત્રણ લાખની મત્તાની લૂંટની ઘટનાને અંજામ આપનાર પાંચ સિક્યોરીટી ગાર્ડના પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવીને કેસની તપાસ શરૂ કરી છે. જેમાં સમગ્ર ઘટનાનું રીકન્ટ્રક્શન કરવામાં આવશે. બીજી તરફ આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ અગાઉ અનેકવાર એપાર્ટમેન્ટની લાઇટો બંધ કરી હતી.  જેથી મહિલા નીચે તપાસ કરવા આવતી ત્યારે તેને જોઇને વાંધાજનક હરકત કરતા હતા. ઉપરાંત, આ કેસનો આરોપી અમૃતપાલસિંહ ઉર્ફે ગોલ્ડી ડ્રગ્સ કેસમાં પાંચ વર્ષ સુધી જેલમાં રહી ચુક્યો હતો. શહેરના શીલજ સર્કલ પાસે આવેલા સાફલ્ય રેનોનમાં કામ કરતા ત્રણ સિક્યોરીટી ગાર્ડ અને અન્ય એપાર્ટમેન્ટના બે સિક્યોરીટી ગાર્ડ દ્વારા ગત મંગળવારે રાતના સમયે એક મહિલાના ઘરમાં  ઘુસીને મહિલા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.  જો કે મહિલાએ કેન્સર અને પ્રેગનન્સી કારણ આપતા તેને છોડી દેવામાં આવી હતી અને તેને કામ કરતી ૧૯ વર્ષીય યુવતી સાથે એક આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. જે પછી સાડા ત્રણ લાખની મત્તાની લૂંટ કરી હતી. આ કેસમાં ઝડપાયેલા તમામ આરોપીઓને  પોલીસે રિમાન્ડ માટે રજૂ કરતા તેમના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

આ કેસની તપાસ કરી રહેલા ડીવાયએસપી નિલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે આ કેસમાં પોલીસ આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રીકન્ટ્ર્ક્શન કરવામાં આવશે.  ઝડપાયેલા પાંચ આરોપીઓ પૈકી  અમૃતપાલસિંહ ઉર્ફે ગોલ્ડીનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તે પંજાબમાં ડ્રગ્સના કેસમાં પાંચ વર્ષની સજા કાપી ચુક્યો હતો.  જ્યારે બાકીના અન્ય આરોપીઓની ક્રાઇમ હિસ્ટ્રી અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે પિડીત મહિલાનું નિવેદન લીધુ ત્યારે એક ચોંકાવનારી બાબત સામે આવી હતી કે સાફલ્ય રેનોનમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા આરોપીઓ અગાઉ અનેકવાર રાતના સમયે મહિલાના ફ્લેટની લાઇટ બંધ કરતા હતા. જેથી મહિલા જ્યારે નીચે આવતી ત્યારે તેને જોઇને વાંધાજનક હરકતો કરતા હતા. આ  ઉપરાંત, આરોપીઓનો મંગળવારે લૂંટ જ નહી પણ દુષ્કર્મ કરવાનો બદઇરાદો હતો. આમ, આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. ત્યારે આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


Google NewsGoogle News