કર્ણાટકની રાજકીય પાર્ટીના પ્રવક્તાની ઓળખ આપનાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદમાં વધુ એક ગઠિયો સામે આવ્યો

પ્રકાશ દલવાડી નામના વ્યક્તિએ પોતાની ખોટી વગ બતાવીને હોટલોમાં રહેવા-જમવાનો ખર્ચ વસુલતો હતો

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
કર્ણાટકની રાજકીય પાર્ટીના પ્રવક્તાની ઓળખ આપનાર વિરૂદ્ધ  પોલીસ ફરિયાદ 1 - image

અમદાવાદ,સોમવાર

અમદાવાદમાં છેલ્લાં ૧૫ દિવસમાં રૂપેશ દોશી અને ભરત છબડા નામના ગઠિયાના પરાક્રમ સામે આવ્યા હતા. જે કેન્દ્રની મોટી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપીને રેસ્ટોરન્ટમાં જમવાથી માંડીને હોટલોમાં રહેવાની સાથે નાણાં પણ પડાવતા હતા. ત્યારે હવે વધુ એક ગઠિયા વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પ્રકાશ દલવાડી નામના વ્યક્તિએ પોતાની ઓળખ કર્ણાટકની એક રાજકીય પાર્ટીના પ્રવક્તાની ઓળખ આપીને અનેક લોકોને ટારગેટ કરતો હતો.અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે પ્રકાશ દલવાડી નામનો એક ગઠિયો પોતાની ઓળખ કર્ણાટકની એક રાજકીય પાર્ટીના પ્રવક્તા તરીકે ઓળખ આપતો હતો. સાથેસાથે  કેન્દ્ર સરકારના મોટા વિભાગોમાં તેનો પરિચય હોવાનું કહીને બદલી, પ્રમોશન અને કોન્ટ્રાક્ટ  અપાવવાની ખાતરી આપીને મોટા અધિકારીઓ પાસેથી નાણાં પડાવતો હતો. આ ઉપરાંત, હોટલો બુક કરાવવાની સાથે જમવાના તેમજ મોંઘીદાટ ચીજવસ્તુઓ ગીફ્ટમાં લેતો હતો.  તેણે સોશિયલ મિડીયામાં પણ પોતાની વગ દર્શાવતો હતો. જેના આધારે ક્રાઇમબ્રાંચના અધિકારીઓએ વોચ ગોઠવીને સોમવારે પ્રકાશ દલવાડી નામના ગઠિયાની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.જો કે હજુ અગાઉ નોંધાયેલા કેસના આરોપી રૂપેશ દોશી અને ભરત છબડા નામના આરોપી હજુ સુધી પોલીસના હાથે ઝડપાયા નથી.


Google NewsGoogle News