Get The App

પૂરપાટ ઝડપે કાર દોડાવતાં પોલીસકર્મીએ બાઈક પર જતાં પરિવારને અડફેટે લીધો, લોકોએ મેથીપાક ચખાડ્યો

વાસણા જી બી શાહ કોલેજ રોડ પરની ઘટના

અકસ્માત કરનાર કોન્સ્ટેબલ સોલા પોલીસ સ્ટેશનનો કર્મચારી ઃ પોલીસે રાતોરાત જામીન આપી દીધાઃ બે વર્ષના બાળકને ગંભીર ઇજાઓ પહોંચી

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
પૂરપાટ ઝડપે કાર દોડાવતાં પોલીસકર્મીએ બાઈક પર જતાં પરિવારને અડફેટે લીધો, લોકોએ મેથીપાક ચખાડ્યો 1 - image

અમદાવાદ, શુક્રવાર

શહેરના વાસણા જી બી શાહ કોલેજ રોડ પર ગુરૂવારે રાતના સમયે કાર લઇને જતા એક પોલીસ કોન્સ્ટેબલે કારને બેદરકારી પૂર્વક ચલાવીને બાઇક પરથી  પસાર થઇ રહેલા પરિવારને ટક્કર મારી હતી. જેમાં પતિ પત્ની અને તેમના બે સંતાનોને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત કર્યા બાદ કાર ચાલકે કારને વધુ પુરઝડપે હંકારતા અફરા તફરીને માહોલ સર્જાયો હતો. આ સમયે અન્ય અકસ્માત થતા અટક્યો હતો.  આ દરમિયાન  કારચાલકને ઝડપીને મેથીપાક આપ્યો હતો. જો કે ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત હાલતમાં પરિવારને સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં લઇ જવાતા હતો. આ અકસ્માતમાં બે વર્ષના બાળકને મોઢા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.  આ સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી હતી. પોલીસે મેડીકલ ચેકએપ વિના જ આરોપી પોલીસ  કોન્સ્ટેબલને જામીન આપી દેવામાં આવ્યા હતા.

 

harmઆકોપીપૂરપાટ ઝડપે કાર દોડાવતાં પોલીસકર્મીએ બાઈક પર જતાં પરિવારને અડફેટે લીધો, લોકોએ મેથીપાક ચખાડ્યો 2 - image

(આરોપી પોલીસ કર્મચારી) 

દેવાસ ફ્લેટ ખાતે રહેતા  રોનકભાઇ શાહ તેમના પત્ની ઋષીતાબેન અને તેમના પુત્ર કૃત (ઉ.વ.૨) અને  પ્રત (ઉ.વ.૮) સાથે ગુરૂવારે રાતના સમયે જી બી શાહ કોલેજ રોડ થઇને બાઇક ન્યુ વાસણા તરફ જઇ રહ્યા હતા. ત્યારે સામેથી પુરઝડપે એક કાર આવી હતી અને કારચાલકે કાબુ ગુમાવતા કાર અચાનક રોનકભાઇના બાઇક સાથે અથડાઇ હતી. જેમાં બાઇક પર સવાર તમામને નીચે પટકાયા હતા. જ્યારે બાઇક પર આગળ બેઠેલા કૃતને મોઢા અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ કારચાલકે કારને અટકાવવાને બદલે પુરઝડપે હંકારી હતી. જમાં અન્ય વાહનચાલકો માંડમાંડ બચ્યા હતા.    તે પછી કારનું ટાયર ફાટતા કાર અટકી ગઇ હતી. આ દરમિયાન સ્થાનિક લોકો તેમજ વાહનચાલકો દોડી આવ્યા હતા. આ દરમિયાન કારમા વ્યક્તિ બહાર આવ્યો હતો. જેણે પોલીસ ડ્રેસમાં હતો.  જો કે કેટલાંક લોકોએ તેની ધોલાઇ કરી હતી. પરંતુ, તે દોડીને નજીકમાં રહેલા વાસણા પોલીસ સ્ટેશનમાં તરફ નાસી ગયો હતો.  આ દરમિયાન સ્થાનિક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને તમામ સારવાર માટે એસવીપી હોસ્પિટલ મોકલ્યા હતા.

આ અંગે એમ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં કાર ચાલક પોલીસ કોન્સ્ટેબલનું નામ વિજયભાઇ  અંબારામ અણીયાળીયા હોવાનું જાણવા મળ્યું હતું. જે સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. એમ ડીવીઝન પોલીસે આ અંગે  ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.  જો કે પોલીસે  અકસ્માત કરનાર  પોલીસ કર્મીનું મેડીકલ ચેકઅપ કરવાના બદલે  તેને રાતોરાત જામીન આપી દીધા હતા. 

કાર ચાલક કોન્સ્ટેબલે દારૂ પીધો હોવાનો આક્ષેપ

અકસ્માત કરીને નાસી જનાર પોલીસ કોન્સ્ટેબલ દારૂના નશામાં હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ લગાવ્યો હતો.  પરંતુ, એમ ડીવીઝન પોલીસે શંકાસ્પદ ભૂમિકા ભજવી હોય તેમ મેડીકલ ચેકઅપ કરાવ્યું નહોતુ. એટલું જ નહી એવો દાવો કર્યો હતો કે  ફરિયાદીએ  આક્ષેપ કર્યો ન હોવાથી મેડીકલ ચેકઅપ કરાવાયું નહોતું.


Google NewsGoogle News