Get The App

ટ્રાફિક પોલીસ-ટીઆરબી જવાનો પર વોચ રાખવા પોલીસ કમિશનરનો આદેશ

વાહનચાલકો પાસેથી દંડના નામે તોડ કરવાની ફરિયાદ ઉઠી

શહેરના તમામ ઉચ્ચ અધિકારીઓને મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં સુપરવિઝન કરવા જાણ કરવામાં આવી

Updated: Nov 29th, 2023


Google NewsGoogle News
ટ્રાફિક પોલીસ-ટીઆરબી જવાનો પર વોચ રાખવા પોલીસ કમિશનરનો આદેશ 1 - image

અમદાવાદ,બુધવાર

શહેરના વિવિધ ટફિક  પોઇન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક વિભાગના કર્મચારીઓ અને ટીઆરબી જવાનો દ્વારા દંડના નામે વાહનચાલકો પાસેથી તોડપાણી કરવાની અનેક બાબતો સામે આવતી ઘટનાઓને લઇને પોલીસ કમિશનર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. જે અનુસંધાને શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં  આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો. છેલ્લાં ઘણા સમયથી  અમદાવાદના વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર ટીઆરબી જવાનો અને ટ્રાફિક વિભાગ સ્ટાફ દ્વારા અન્ય વાહનચાલકો પાસેથી  ગેરકાયદેસર રીતે નિયમ ભંગના નામે નાણાં ઉઘરાવવામાં આવે છે. જે અંગે એસીબીમાં ગુના પણ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનેક ફરિયાદો પણ મળી ચુકી હતી. જે બાબતની ગંભીર નોંધ લઇને પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તાકીદની સુચના આપવામાં આવી છે. જેમાં તેમણે શહેરના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને પત્ર પાઠવીને જણાવ્યું છે કે ટ્રાફિક પોલીસની ગતિવીધી તેમના કામ કરવાની પધ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યતા  છે. જેથી  આ માટે ટીઆરબી અને ટ્રાફિક વિભાગના સ્ટાફ પર  સુપરવિઝન કરવા માટે અમદાવાદના તમામ સુપરવાઇઝરી અધિકારીઓને મહિનામાં ઓછામાં ઓછુ એકવાર ખાનગી વાહનમાં અને ડ્રેસમાં  ટ્રાફિકના વિવિધ પોઇન્ટ પર આકસ્મિક ચેકિંગ કરવા માટે  જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે ક્રિકેટ વિશ્વ કપના સમયે જી ડીવીઝન ટ્રાફિક પોલીસના સ્ટાફે દિલ્હીથી આવેલા ેએક વ્યક્તિ પાસેથી પ્રોહિબિશનનો ગુનો નોંધવાની ધમકી આપીને ૨૦ હજારનો તોડ કર્યો હતો.   તે ઉપરાંત, વાહનચાલકો પાસેથી નાણાં પડાવવાના અન્ય એક પણ એસીબીમાં નોંધાયા હતા.


Google NewsGoogle News