ગુજરાતમાં પણ RTI ઓનલાઇન થવી જોઇએ : રિટ
મહારાષ્ટ્ર- દિલ્હી સહિતના રાજ્યોની જેમ
આર.ટી.આઇ. કરવા લોકોને કચેરીએ અથવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાવા પડે છે : રજૂઆત
અમદાવાદ,
સોમવાર
મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના રાજ્યોની જેમ ગુજરાતમાં પણ
આર.ટી.ઇ. ફાઇલ કરવા માટે ઓનલાઇન વ્યવસ્થા હોવી જોઇએ તેવી માગણી કરતી જાહેર હિતની
રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે આ વ્યવસ્થા ઉભી કરવા
માટે સરકાર પાસે પૂરતી વ્યવસ્થા પણ છે.
અરજદારની રજૂઆત છે કે સામાન્ય લોકોને પણ માહિતી મળી રહે તે
માટે માહિતી અધિકારીનો કાયદો અમલવામાં મૂકવામાં આવ્યો છે. જો કે રાજ્ય સરકારના
વિભાગોમાં ઓનલાઇન આર.ટી.આઇ.નો વિકલ્પ ઉપલબ્ધ નથી. જેનાં કારણે માહિતી મેળવવા માગતા
લોકોને જે-તે કચેરી અથવા પોસ્ટ ઓફિસે ધક્કા ખાવા પડે છે. રાજ્ય સરકાર જી.આઇ.સી.
અને એન.આઇ.સી.ની મદદથી ઓનલાઇન પોર્ટલ શરૃ
કરી શકે છે.