Get The App

અમદાવાદ ડિવિઝનમાં પ્લેટફોર્મ ટિકિટ વધારીને રૃ. ૩૦ કરાઇ

-રેલવે સ્ટેશનો પર ભીડ નિયંત્રિત કરવાના હેતુથી

-મણિનગર, સાબરમતી, ગાંધીધામ, ભૂજ, પાલનપુર, મહેસાણા સ્ટેશનમાં ૧૮મીથી ભાવવધારો અમલી

Updated: Jan 17th, 2022


Google NewsGoogle News

અમદાવાદ,સોમવાર

કોરોનાના વધતા કેસને પગલે બિનજરૃરી ભીડને નિયંત્રિત કરવાના હેતુથી અમદાવાદ ડિવિઝનના મુખ્ય સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઇ રૃપથી રૃપિયા ૧૦થી વધારીને રૃપિયા ૩૦ કરી દેવાયો છે.

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળે એક યાદીમાં જણાવ્યું છે કે, 'કોવિડ-૧૯ના વધતા જતાં કેસને ધ્યાનમાં રાખીને રેલવે સ્ટેશનો પર બિનજરૃરી ભીડને નિયંત્રિત  કરીને સંક્રમણ ફેલાતું અટકાવવાના હેતુથી ૧૮ જાન્યુઆરીથી ડિવિઝનના અમદાવાદ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણા, ભુજ, મણિનગર, સાબરમતી સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર અસ્થાઇરૃપથી રૃપિયા ૧૦થી વધારીને રૃપિયા ૩૦ કરાયો છે. '

કોરોનાએ પગપેસારો કર્યો ત્યારે અનેક રેલવે ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટિકિટના દર વધારીને રૃપિયા ૫૦ કરવામાં આવ્યા હતા. જોકે, કોરોનાના કેસમાં ઘટાડો થતાં નવેમ્બર ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટના દર રૃપિયા ૧૦ કરી દેવામાં આવ્યા હતા. જેમાં અમદાવાદ ડિવિઝનનો પણ સમાવેશ થતો હતો. હવે અમદાવાદ ઉપરાંત વડોદરા ડિવિઝન દ્વારા પણ પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરી દેવાયો હતો.

 


Google NewsGoogle News