NCLT નિમણૂકોમાં 'ન્યૂનતમ વય'ના માપદંડ સામે રિટ

કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીની નિયુક્તિ પ્રક્રિયાને પડકાર

૫૦ વર્ષની નીચેની વ્યક્તિ હાઇકોર્ટ જજ બની શકે તો ટ્રિબ્યુનલ માટે વિપરિત માપદંડ શા માટે ? : રજૂઆત

Updated: Nov 8th, 2021


Google NewsGoogle News

અમદાવાદ, સોમવાર

નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલમાં જજની નિયુક્તિના ન્યૂનતમ વયમર્યાદાના માપદંડ સામે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. કંપની એક્ટ પ્રમાણે નિયુક્તિ માટે જે-તે વ્યક્તિની વય ૫૦ વર્ષથી વધુ હોવી જરૃરી છે. જે અનુસાર કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીએ ઓક્ટોબર-૨૦૨૧માં નિયુક્તિ માટે જાહેરાત પ્રસિદ્ધ કરી છે. અરજદારે આ નિયુક્તિ જાહેરાતને કોર્ટમાં પડકારી છે. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.


અરજદારે રિટમાં રજૂઆત કરી છે કે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી દ્વારા ૧૩-૧૦-૨૦૨૧ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરી ટ્રિબન્યુલમાં નિયુક્તિ માટેની પ્રક્રિયા આરંભવામાં આવી છે. જેમાં કંપની એક્ટની જોગવાઇ પ્રમાણે નિયુક્તિ માટે ૫૦થી વધુ વર્ષની વય હોવી અનિવાર્ય છે. અરજદારની રજૂઆત છે કે ૫૦ વર્ષની ઓછી વયની વ્યક્તિ હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિ થઇ શકે તો ટ્રિબ્યુનલની નિયુક્તિઓ માટે આવાં વિપરિત માપદંડ ન હોવા જોઇએ. જેથી આ જાહેરાત રદ થવી જોઇએ તેમજ જ્યાં સુધી આ અરજી પેન્ડિંગ છે ત્યાં સુધી નિયુક્તિ પ્રક્રિયા પર હાઇકોર્ટે સ્ટે ફરમાવવો જોઇએ.



Google NewsGoogle News