સાબરમતી ખાતે મેટ્રો દ્વારા ઓપન વેબ ગર્ડર મુકાયા
વજનના ઓપન વેબ ગર્ડરને ૭ રેલ્વે ટ્રેક ઉપર ગોઠવવાની કામગીરી કરી
અમદાવાદ,રવિવાર,31 ઓકટોબર,2021
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સાબરમતી ખાતે ૭ રેલ્વેટ્રેકની ઉપર ઓપન વેબ ગર્ડર
મુકવાની કામગીરી રવિવારે પુરી કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ,ઓગસ્ટ-૨૦૨૨માં
અમદાવાદનો મેટ્રો રેલ પ્રોજેકટ પુરો કરવાનું લક્ષ્યાંક છે.આ દિશામાં કાર્યવાહી
કરતા ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા બે વિંચ મશીનનો ઉપયોગ કરીને ૭૩ મીટર
લાંબા અને ૧૨ મીટર પહોળા ૧૮૫૦૦ એચએસએફજી
દ્વારા એક સાથે બાંધવામાં આવેલા ૫૫૦ એમ.ટી.કરતા વધુ સ્ટીલ મેમ્બરોથી બનેલા
૮૫૦ એમ.ટી.વજનના ઓપન વેબ ગર્ડરને ૭ રેલ્વે ટ્રેક ઉપર ગોઠવવાની કામગીરી કરી છે.