ચૂંટણીને કારણે બોર્ડર કડક ચેકિંગના પગલે બુટલેગરોએ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટથી દારૂ સપ્લાય કરવાનું શરૂ કર્યું

પીસીબીએ ગોમતીપુરમાં આવેલા એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી બ્રાંડેડ દારૂનો જથ્થો જપ્ત કર્યો

રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ અને મહારાષ્ટ્રની બોર્ડર પરથી સઘન ચેકિંગ

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
ચૂંટણીને કારણે બોર્ડર કડક ચેકિંગના પગલે બુટલેગરોએ ગુજરાતમાં ટ્રાન્સપોર્ટથી  દારૂ સપ્લાય કરવાનું શરૂ કર્યું 1 - image

અમદાવાદ,શનિવાર

લોકસભાની ચૂંટણીના પગલે ગુજરાત સાથે જોડાયેલા રાજ્યોની બોર્ડર આકરૂ ચેકિંગ શરૂ કરવામાં આવતા બુટલેગરોએ ટ્રાન્સપોર્ટથી દારૂ મોકલવાનું શરૂ કર્યું છે.  પીસીબીના સ્ટાફે ગોમતીપુરમાં આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર બાતમીને આધારે દરોડો પાડીને દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ દારૂનો જથ્થામાં તમામ બોટલો બ્રાંડેડ હતી અને વિશેષ ઓર્ડર દિલ્હીથી પાર્સલમાં મોકલવામાં આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આગામી  લોકસભાની ચૂંટણીના અનુસધાનમાં ગુજરાત સાથે સંકળાયેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, દીવ, દમણ અને મહારાષ્ટ્રની બોર્ડર પરથી સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે બુટલેગરો  ગુજરાતમાં દારૂ સપ્લાય કરી શકતા નથી. ત્યારેે બુટલેગરોએ દારૂ સપ્લાય કરવા માટે ટ્રાન્સપોર્ટમાં અન્ય કેમીકલ અને  લીકવીડના નામે દારૂ મોકલવાનું શરૂ કર્યું છે. પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી ચૌધરીને બાતમી મળી હતી કે  ગોમતીપુર કાળીદાસ મીલ કંપાઉન્ડમાં આવેલી એક ટન્સપોર્ટમાં પાર્સલમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે. જેના આધારે શુક્રવારે સાંજે પોલીસે દરોડા પાડીને તપાસ કરતા અલગ અલગ પાર્સલમાંથી ૨૭૨ જેટલી રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના વિદેશી દારૂની બોટલો મળી આવી ડ્ડ્ન્ બોટલો મળી આવી હતી.  જપ્ત કરાયેલી  બ્રાંડેડ દારૂની બોટલો ઉંચી કિંમતની હતી. જે દિલ્હીથી શિવ મોટર્સ મારફતે  બુટલેગરે પાર્સલમા મોકલી હતી.  જે નવરંગપુરા અને વડોદરા મોકલવાની હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News