હોલીડેઝ ટુર્સમાં મેમ્બરના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

સેમીનારમાં બોલાવી મેમ્બરશીપ અડધી ફીમાં આપી

છેતરપિંડીનો ભોગ બનનારાઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીઃ કંપનીની ઓફિસમાં તાળા લાગ્યા

Updated: Jan 21st, 2024


Google NewsGoogle News
હોલીડેઝ ટુર્સમાં મેમ્બરના નામે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી 1 - image

અમદાવાદ,રવિવાર

શહેરના નવરંગપુરામાં હોલીડે કંપનીમાં મેમ્બરશીપમાં દેશના અલગ અલગ સ્થળોએ ફરવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી છે.  કંપની દ્વારા શહેરની નામાંકિત હોટલોમાં સેમીનારમાં બોલાવીના અડધી કિંમતમાં મેમ્બરશીપ આપવામાં આપવામાં આવતી હતી. જો કે બાદમાં આ કંપનીએ છેતરપિંડી કરી હતી. શહેરના નિકોલમાં આવેલાદિવ્ય જીવન સત્ય એપાર્ટમેન્ટમાં રહેતા જાગૃતિબેન મકવાણા હોમીયોપેથીક તબીબ તરીકે પ્રેક્ટીશ કરે છે. ગત  એપ્રિલ ૨૦૨૨માં તેમને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે પોતાની ઓળખ પાર્ક પ્રિવેરા હોલીડે નામની કંપનીના કર્મચારી તરીકે આપીને લૉ ગાર્ડન પાસેની હોટલના સેમીનારમાં ભાગ લેવા માટે બોલાવ્યા હતા. જ્યાં કંપનીએ  પાંચ વર્ષની મેમ્બરશીપ ફી દોઢ લાખ રૂપિયાને બદલે ૭૫ હજાર ઓફર કરી હતી. જેથી તેમણે  તેમણે મેમ્બરશીપ ફી લીધી હતી. આ માટે કંપનીના  ડીરેક્ટર રાહુલ ગુપ્તા અને  અલી અંસારી સારા ટુર પેકેજની ખાતરી આપી હતી. જેના આધારે જાગૃતિબેન અને તેમના પતિ સાથે ગોવાના પેકેજમાં ગયા હતા.  તે પછી અન્ય જગ્યાએ ફરવા જવાનું હોવાથી તેમણે ફોન કર્યા હતા. પણ કોઇ રીપ્લે આવતા  ગુગલ રીવ્યુ તપાસ્યું હતું. જેમાં  જાણવા મળ્યું હતું કે  કંપનીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. જેના આધારે  તેમણે તેમજ અન્ય ભોગ બનનાર લોકોએ નવરંગપુરા પોલીસ મથકે  ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News