Get The App

ગેટ પાસે કાર નીચે કચડાઇ જતા એક વર્ષની બાળકીનું કમકમાટી ભર્યુ મોત

નહેરૂનગર સ્થિત કલાનિકેતન એપાર્ટમેન્ટની ઘટના

એમ ડીવીઝન પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને ધરપકડ કરીઃ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
ગેટ પાસે કાર નીચે કચડાઇ જતા એક વર્ષની બાળકીનું કમકમાટી ભર્યુ મોત 1 - image

અમદાવાદ, શનિવાર

શહેરના નહેરૂનગરમાં આવેલા કલાનિકેતન એપાર્ટમેન્ટના ગેટ પાસેના પાર્કિગમાં કચડાઇ જતા એક વર્ષની બાળકીનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું  હતું. એમ ડીવીઝન પોલીસે આ અંગે ગુનો નોંધીને કારચાલકની ધરપકડ કરી છે.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઇ હતી. જેને પુરાવા તરીકે લઇને પોલીસે તજવીજ હાથ ધરી છે.મુળ નેપાળના ઝાઝરકોટના વતની મહાબીર ખલેલોહાર નહેરનગર સર્કલ પાસે આવેલા કલાનિકેતન એપાર્ટમેન્ટમાં સફાઇ કર્મચારી અને ચોકીદાર તરીકે નોકરી કરે છે. તેમના પરિવારમાં પત્ની હીરા અને એક વર્ષ બે મહિનાની ઉમરની પુત્રી  આસ્થા સાથે રહે છે. ગેટ પાસે કાર નીચે કચડાઇ જતા એક વર્ષની બાળકીનું કમકમાટી ભર્યુ મોત 2 - imageશુક્રવારે સાંજે છ વાગે એક  તેમની પુત્રી આસ્થા ગેટ પાસે રમી રહી હતી ત્યારે એક કારચાલકે કારને એપાર્ટમેન્ટના ગેટ પાસે પાર્ક કરી હતી અને  આસ્થા રમતી રમતી કારના આગળના ટાયર પાસે ઉભી હતી. ત્યારે કારચાલકે અચાનક કાર હંકારતા કારનું ટાયર આસ્થાના માથા પર ફરી વળ્યું હતું. જેથી તેની માતા અને આસપાસના લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. જો કે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ અંગે એમ ડીવીઝન પોલીસે કારચાલક કનક લીડીયા (રહે. સંતકબીર સોસાયટી, આંબાવાડી)ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઇ હતી.

લાડકવાયીએ ખોળામાં જ દમ તોડયો એ વાતને લઇને માતા આધાતમાં ગરકાવ

કલાનિકેતન એપાર્ટમેન્ટમાં એક વર્ષની માસૂમ બાળકી આસ્થા પર ગાડી ફરી વળવાની ઘટના યાદ કરીને તેની માતા હીરા આઘાતમાં ગરકાવ થઇ ગઇ છે. જે સ્થળે અકસ્માત થયો તેની બાજુની ઓરડીમાં જ  મહાભીર અને તેનો પરિવાર રહેતો હતો. બાળકી રમતી રમતી કુતુહલથી કાર પાસે પહોંચી ત્યારે તેના માતાને ખ્યાલ નહોતો. પરંતુ, આસ્થા પર ટાયર ફરી વળ્યું ત્યારે તેણે આક્રંદ કરતા તે બહાર જોવા દોડી આવી હતી. ગેટ પાસે કાર નીચે કચડાઇ જતા એક વર્ષની બાળકીનું કમકમાટી ભર્યુ મોત 3 - imageજો કે ત્યાં સુધીમાં તો ગાડીનું ટાયર  આસ્થાના માથા પર ફરીથી વળતા તે તેના જીવનની છેલ્લી ક્ષણો ગણીને તરફડીયા મારતી હતી. ૧૦૮ના તબીબ આવ્યા ત્યાં સુધીમાં તો આસ્થા તેની માતા હીરાના ખોળામાં જ જીવ ગુમાવી ચુકી હતી. જે વાતને લઇને તેની માતા હીરા હજુ પણ આઘાતમાં ગરકાવ છે.


Google NewsGoogle News