કંપનીઓની સ્ટાફ બસમાં ભેળસેળવાળુ ડીઝલ ભરવાનું કૌભાંડ ઝડપાયું

મોનીટરીંગ સેલનો મૌરેયા ગામ પાસે દરોડો

રાવ ટ્રાવેલ્સની બસમાં ટેન્કરથી બારોબાર ડીઝલ ભરાતું હતું ઃ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
કંપનીઓની સ્ટાફ બસમાં ભેળસેળવાળુ ડીઝલ ભરવાનું કૌભાંડ ઝડપાયું 1 - image

અમદાવાદ,ગુરૂવાર

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ ગુરૂવારે અમદાવાદ રાજકોટ હાઇવે પર મોરૈયા ગામ પાસે દરોડો પાડીને ટેન્કરમાંથી કંપનીઓમાં ચાલતી સ્ટાફ બસમાં   ભેળસેળવાળુ ડીઝલ ગેરકાયદેસર રીતે ભરવાનું કૌભાડ ઝડપીને ત્રણ લોકોની ધરપકડ કરી છે. સાથેસાથે રાવ ટ્રાવેલ્સના સંચાલકોની શોધખોળ પણ શરૂ કરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી મૌરેયા ગામ  ઝાયડસ પાસે એક ટેન્કરમાંથી વિવિધ કંપનીઓમાં ચાલતી સ્ટાફ બસમાં ગેરકાયદેસર રીતે ડીઝલ ભરવામાં આવે છે. જેના આધારે દરોડો પાડીને તપાસ કરતા ટેન્કરમાંથી બસમાં ડીઝલ ભરવામાં આવતું હતું. આ અંગે ટ્રક ડ્રાઇવર અને બસ ડ્રાઇવરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું. બોપલ સોબો સેન્ટરમાં આવેલી રાવ ટુરીસ્ટ સર્વિસની ૬૫ જેટલી બસમાં ટેન્કરથી ડીઝલ ભરવામાં આવતું હતું. આ ટેન્કર ગણેશ પેટ્રોલીયમથી લાવવામાં આવતું હતું. જેનો રાવ ટ્રાવેલ્સનો મેનેજર પરમજીતસિંહ  અને તેનો માલિક વિકાસ આ સમગ્ર કૌભાંડ ચલાવતા હતા. જે અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ  ૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News