સિંધુ ભવન,જજીસ બંગલો રોડ એટલે નબીરાઓ માટે સ્ટંટ કરવાનો ટ્રેક
માલેતુજારને પકડવા કરતા સેટીંગમાં વધારે રસ
સિંધુ ભવન રોડ પર હીટ એન્ડ રનની ઘટનાઓ સામાન્ય બનીઃપુરઝડપે ચાલતી લક્ઝરી કાર પોલીસની નજરથી દુર!
અમદાવાદ,
ગુરૂવાર
તથ્ય પટેલે ઇસ્કોન બ્રીજ અકસ્માત સર્જીને નવ નિર્દોષ લોકોનો જીવ લીધો છે. ત્યારે ઓવરસ્પીડને કારણે હજુ પણ અનેક લોકોના જીવ જશે. કારણ કે સિંધુ ભવન રોડ, જજીસ બંગલો રોડ અને એસ જી હાઇવેને માથાભારે તત્વોે રીતસરનો રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. જો કે પોલીસને ચાર રસ્તા પર નાના વાહનો દેખાઇ છે. તે પ્રમાણમાં મોંઘીદાટ ગાડીઓ લઇને સ્ટટ કરતા તત્વો નજરમાં નથી આવતા તે નવાઇની બાબત છે. સિંધુભવન રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામાન્ય બની રહી છે. મોટાભાગના કિસ્સામા ં એકલદોલક અકસ્માત થતા હોવાથી આ વાત સાર્વજનિક નથી થતી પરંતુ, હકીકત એ છે સિંધુ ભવન રોડ પર સ્પોર્ટસ અને વૈભવી કારને પુરઝડપે ચલાવીને અનેક માથાભારે લોકોના જીવને જોખમમાં મુકે છે. જો કે પોલીસ આ બાબત અંગે વાકેફ હોવા છંતાય, માત્ર રૂટીન ડ્રાઇવના નામે સંતોષ માનીને કાગળ પુરતી જ કામગીરી કરે છે. આ ઉપરાંત,જજીસ બંગલો અને એસજી હાઇવે પર પોલીસની ઐસીતૈસી કરીને ઓવરસ્પીડમાં વાહન ચલાવવામાં આવે છે. ત્યારે પોલીસ જો આગામી સમયમાં આકરી કાર્યવાહી નહી કરે તો વધુ એક તથ્ય કાંડ થાય તો નવાઇ નહી.