Get The App

નવા વર્ષની ઉજવણીમાં કોરોનાનું 'ગ્રહણ' : વર્ષ ૨૦૨૧ને ફિક્કી વિદાય

-કોરોના હવે વિદાય લે તેવી આશા સાથે વર્ષ ૨૦૨૨નું સ્વાગત

-થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ધમધમી ઉઠતા સીજી રોડ, એસજી હાઇવે રાત્રે ૧૦ના ટકોરે જ સૂમસામ બન્યા

Updated: Dec 31st, 2021


Google News
Google News

અમદાવાદ, શુક્રવાર

ખટ્ટ-મીઠ્ઠા સંભારણાઓ, અનેક બોધપાઠ આપીને ૨૦૨૧ના વર્ષે વિદાય લીધી છે. નવી આશા, નવા ઉમંગ સાથે વર્ષ ૨૦૨૨નો પ્રથમ સૂર્યોદય થઇ ગયો છે. જોકે, કોરોના વાયરસને કારણે સતત બીજા વર્ષે ૩૧ ડિસેમ્બરની ઉજવણી ફિક્કી બની રહી હતી. મોટાભાગના લોકોએ ઘરમાં તેમજ અનેક લોકોએ ફાર્મ હાઉસમાં નવા વર્ષનો જશ્ન મનાવ્યો હતો.

૩૧ ડિસેમ્બરે સામાન્ય રીતે મોડી સાંજથી જ અમદાવાદના સીજી રોડ, સિંધુ ભવન, એસજી હાઇવે સહિતના માર્ગ લોકોથી ઉભરાવવા લાગતા હોય છે. વિવિધ વાંજીત્રોથી આ માર્ગો ગૂંજી ઉઠતા હોય છે.રાત્રે ૧૨ના ટકોરે જ આતશબાજીથી દિવાળી જેવો માહોલ જોવા મળતો હોય છે.  પરંતુ ગત વર્ષની જેમ આ વખતે પણ ઉજવણીમાં કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતું. રાત્રે ૧૧થી જ નાઇટ કરફ્યૂનો પ્રારંભ થઇ જતો હોય છે. જેના કડક અમલ માટે પોલીસ દ્વારા રાત્રે ૧૦ઃ૩૦થી જ રેસ્ટોરન્ટ, લારી-ગલ્લા બંધ કરાવવાનું શરૃ કરી  દેવામાં આવ્યું હતું. ૩૧ ડિસેમ્બરને પગલે પોલીસ દ્વારા વોચ પણ વધારી દેવામાં આવી હતી. જેના કારણે રાત્રે ૧૧થી જ અમદાવાદના માર્ગોમાં સૂમસામ થઇ ગયા હતા.

વિવિધ નિયંત્રણોને પગલે અનેક લોકોએ અમદાવાદની આસપાસ આવેલા ફાર્મ હાઉસમાં જ નવા વર્ષની ઉજવણી કરી હતી. જેના માટે અમદાવાદ-ગાંધીનગરની આસપાસ આવેલા કેટલાક રીસોર્ટમાં ખાસ પેકેજ જાહેર કરવામાં આવ્યા હતા. ૩૧ ડિસેમ્બરે શુક્રવાર હોવાથી અનેક લોકો કોરોનાના વધતા કેસની પરવા કર્યા વિના લાંબા વિકેન્ડનો લુત્ફ ઉઠાવવા ગોવા, ઉદયપુર, માઉન્ટ આબુ પણ પહોંચી ગયા હતા.

 

 

Tags :
No-celebration-of-New-Yeardue-to-Corona

Google News
Google News